કચ્છ જિલ્લા મા SMC ના દરોડા બાદ બેદકારી બદલ ભચાઉ PI સહિત ૬ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

કચ્છ કર્મશીલ ન્યુઝ. ભચાઉઃ અઠવાડિયા પૂર્વે ભચાઉના લોધેશ્વર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલની ટૂકડીએ નામચીન નામચીન બૂટલેગ ૨ અશોકસિંહ ઊર્ફે મામા જાડેજાના ઝડપેલાં શરાબના કેસમાં અંતે ભચાઉ પીઆઈ સહિત ૬ પોલીસકર્મીઓ ૫૨ ગાજ વરસી છે . પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ ક ૨ વા ગત મોડી રાત્રે હુકમ જારી કર્યો હતો . સસ્પેન્ડ થયેલાં કર્મચારીઓમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. કરંગીયા , આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને બીટ જમાદાર અશોક ખીમજીભાઈ ચૌહાણ , ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ હઠીસિંહ ગોહિલ , હેડ કોન્સ્ટેબલ સુરેશ રામભાઈ પીઠીયા , હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સતુભા જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ અશોકજી પ્રહલાદજી ઠાકોરનો સમાવેશ થાય છે . ઉલ્લેખનીય છે કે SMC એ ૭ સપ્ટેમ્બરની રાત્રે લોધેશ્વર નજીક મામાના માલના કટીંગ ટાણે ત્રાટકીને ૪.૩૭ લાખના શરાબ સાથે મામાના ભત્રીજા અને ત્રણ પગારદાર ડ્રાઈવરોશરાબ સાથે મામાના ભત્રીજા અને ત્રણ પગારદાર ડ્રાઈવરો મળી ૪ જણાંની ધરપકડ કરી હતી . જ્યારે અન્ય લોકો નાસી છૂટ્યાં હતા . ૩૫ દિવસના ગાળામાં SMC એ બીજીવાર મામાનો માલ ઝડપ્યો હતો . અશોકસિંહ ભચાઉનો કુખ્યાત લિસ્ટેડ બૂટલેગર છે . એસપીના કડક પગલાંથી અન્ય બેદરકાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે .

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started