










અંજાર મહેશ્વરી સમાજ એવં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અંજાર દ્વારા આયોજીત
શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ 2022 નું તા. 13.09.2022 ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સામૈયું, જ્ઞાનવાણી સાથે દાંડિયારાસ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા
જેમાં સામૈયું માં મહેશ સંપ્રદાય ના માતંગ ભાઇયાત ની હાજરી રહી હતી જેમાં ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ-બગથડા યાત્રા ધામ પૂજારી શ્રી, નવીનદાદા દેવજીદાદા માતંગ તથા કિશોરભાઈ મારાજ,લક્ષ્મણદાદા દેવરાજ દાદા મેઘાણંદ અને શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મતિયા દેવ મેળા મહોત્સવ 2022 માં સાંજે 5:00 કલાકે ગરબી ચોક થી મતિયા દેવ મંદિર સુધી સામૈયાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે બદલ અંજાર પોલિસ દ્વારા સહકાર આપ્યું હતું સાથે બહોળી સંખ્યા માં મહેશ સંપ્રદાય ના ભાઈઓ – બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ સાંજે પ.પૂ શ્રી મતિયા દેવ ની આરતી સાથે પેડી(પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યા માં ભાવિકોએ દાદા મતિયા દેવ ના પ્રસાદ નુ લાભ લીધો હતો અને જેમાં અને જ્યારે રાત્રે 09: 00 કલાકે જ્ઞાનવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વક્તા ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ,નવીનદાદા દેવજીદાદા લાલણ,લક્ષ્મણદાદા દેવરાજ દાદા મેઘાણંદ સાથે કિશોરભાઈ મારાજ દ્વારા શ્રી લુણંગ દેવ ની સ્તુતિ બાદ જ્ઞાનવાણી નું શુભારંભ કરવામાં આવ્યું હતુ જ્યારે રાત્રે 10:00 કલાકે ભવ્ય દાંડિયારાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શંકરભાઈ સીજુ-(લોકગાયક), સચિન પાતારીયા-(લોકગાયક), રાજેશભઈ થારૂ-(લોકગાયક) તેમના દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયા દેવ ના તેમજ મહેશસંપ્રદાય ના ધાર્મિક ગીતો ગવાય હતા તા.13.09.2022 ના રોજ યોજવામાં આવેલ આ ભવ્ય કાર્યક્રમ માં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમ માં કોઈ પણ ઓછપ ના રહે અને ધર્મપ્રેમી ભાઈ બહેનો આ કાર્યક્રમ ને માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું….
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ માનવતા ગ્રુપ ના ગોવિંદભાઈ દનીચા, લાલજી.કે.મહેશ્વરી(એડવોકેટ), મંગલભાઈ ડુગળીયા(કચ્છ જિલ્લા પ્રમુખ – બહુજન આર્મી),મુસમિલ સમાજ અગ્રણી અબ્દુલભાઈ કુંભાર,RDAM અંજાર તાલુકા પ્રમુખ.રમેશભાઈ થારૂ સાથે સામાજિક અગ્રણી નાનજીભાઈ આયડી,કમલેશભાઇ દેવરિયા, કાનજીભાઈ દેવરીયા, મોહનભાઇ ધુવા,મંગલભાઈ ધુવા,મેઘજીભાઈ કન્નર,હિરજીભાઈ થારૂ,નારણ ભાઈ આયડી,જગદીશભાઇ પારીયા,બાબુભાઇ પારીયા-(R K Studio), પ્રવીણભાઈ થારૂ,મંગલભાઈ ફફલ,મેહુલ માતંગ, મોહનભાઈ આયડી, હિતેશભાઈ આયડી,સાથે વિપુલભાઈ કોચરા’ મગનભાઈ સૌંધરા, ભૂમીબેન નારણભાઈ આયડી એ હાજરી આપી હતી જેમનું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ-અંજાર ના
પ્રમુખ શ્રી – નવીન એચ પાતારિયા
ઊપપ્રમુખ શ્રી – હેમરાજ વી આયડી
મહામંત્રી શ્રી – ધીરજ કે દેવરિયા
ખજાનચી શ્રી – નવીન એચ ડૂગડિયા
સહમંત્રી શ્રી – પ્રિતેશ આર પારિયા (પિન્ટુ)
સહખજાનચી શ્રી-દિપેશ એસ ધુવા, શ્રી મતીયા નગર યુવા ગ્રુપ-અંજાર પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિજય માતંગ સચિનભાઈ આયડી,અમિતભાઈ આયડી, જયેશભાઇ દેવરીયા દેવભાઈ ધેડા,રાહુલભાઈ દાફડા,પ્રેમ માતંગ, કમલેશ પરમાર,સાગરભાઈ આયડી,પાલુભાઈ આયડી, નાનજીભાઈ ધેડા, અનિલભાઈ બારોટ, તુષારભાઈ બારોટ, દ્વારા ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું સાથે તા.14-09-2022 બુધવારના પૂજ્ય શ્રી મતીયા દેવની પેડી-પ્રસાદ ચડાવવામાં આવી હતી…..