અંજાર તાલુકામાં ગામડાના લોકો માટે રાશનકાર્ડ માટે ની મુશ્કેલી દુર કરી કામગીરી ચાલુ કરવા બાબત . સાહેબશ્રી ઓ, ને લેખિત મા અરજી કરવા મા આવેલ.

માનનીય સાહેબશ્રી , જય ભારત સાથે માનસ૨ અ૨જ કે , અંજાર તાલુકાના વિવિધ ગામોની રાશનકાર્ડની કામગીરી માટે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે જે કામગીરીનું રાશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અઠવાડીયા જેવો સમય લાગી જાય છે . જેના કારણે ડિલીવરી કે મેડીકલ માટે આયુષ્માન કાર્ડ તાત્કાલીક ધો રાશનકાર્ડની જરૂર હોય તો લોકોને ભારૈ મુશ્કેલી પડી રહી છે . તેમજ અંજાર મામલતદાર પુરવઠા શાખા ઘ્વારા નાયબ મામલતદારશ્રી લોકોને ગામડાની કામગીરી અહીંયા સંપુર્ણ રીતે બંધ છે તેવું જણાવી ઈમ૨ જન્સી વાળા લોકોને પણ ના પાડી દેવામાં આવે છે જયારે કચ્છના જુદાજુદા તાલુકાના રાશનકાર્ડની કામગીરી ગામની એન.એસ.એફ. તેમજ નામ ઉમેરવા કે કમી તેમજ સુધારાની કામગીરી બીજા તાલુકામાં કરી આપવામાં આવે છે . જયારે અંજારના નાયબ મામલતદાર ધ્વારા રાશન કાર્ડ માટે ગરીબ વંચીત લોકોને એન.એસ.એફ. માટેની નવી અરજી માટે મનધડત નિયમો બતાવી એન.એસ.એફ. ની અરજી સ્વીકારવામાં આવતી નથી તેમજ રાશનકાર્ડની કામગીરી અઠવાડીયાના બે દિવસે જ ચાલુ હોય છે જયારે સ૨કા૨ શ્રીના નિયમ મુજબ દરરોજ ૧૧ થી ૦૨ રાશનકાર્ડની કામગી૨ી ક૨વામાં તમામ તાલુકામાં આવે છે . તેમજ પુરવઠા શાખામાં પુરતા ઓપરેટરો સ્ટાફના અભાવે લોકોની મોટા ભાગની કામગીરી પેન્ડીંગ રહે છે તેમજ પંચાયતમાં થી આવેલી કામગીરી પણ દર શુક્રવારે ક૨વા માં આવે છે પણ ત્યાં થતી નથી . તેથી રાશનકાર્ડને લગતી કામગીરીઓ તાત્કાલીક દુર કરવા આપ સાહેબને મારી નમ્ર અરજ છે . મોટી નાગલપર મહેશ્વરી ( મેઘવાળ ) સમાજ ઓફીસ 1 મોટી નાગલપર મહેશ્વરી સમાજવાડી , તા.અંજાર ( કચ્છ ) – તારીખ : ૧૭/૦૯/૨૦૨૨

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started