આદિપુર : કેસર નગર મા આવેલ ભાજપ ના નેતાઓ જનતા ને કહેલ કોઈપણ રજુઆત કરવી હોય તો બેસીને કરો તમારી આ રિત નથી રજુઆત કરવાની. છેલ્લા પાંચ વર્ષમાં એક વાર પણ લોકો પાસે લોક સમસ્યા પૂછવા પણ કોઈ નથી આવેલ એન આવતી ચૂંટણી મા તેમનો જવાબ પણ તેમને જોવા મળશે તેવું સ્થાની લોકો દ્વારા જાણવા મળેલ ભાજપ ના નેતાઓ થી કંટાળેલ જનતા અનેક મુદ્દાઓ પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ગાંધીધામ માં વોર્ડ -૧ કેસરનગર પાસે રોડ ના ખાત મુહૂર્તમાં સામાન્ય નાગરિકો નો રોસ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ પર ભભૂકી ઉઠ્યો. ગાંધીધામ માં હાલ રોડ રસ્તા ની પરિસ્થિતિ જોઈએ તો સાવ કફોડી બની છે , ગાંધીધામ માં હાલ કોઈ એક પણ રોડ નથી બચ્યો જે સાજો હોય અને એમાં ખાડા ના હોય , કેટલાક મહિનાઓ થી આદિપુર માં રોડ ની હાલત જોઈએ તો વાહન ચલાવતા પણ બીક લાગે એવા ખરાબ હાલત માં છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા કાન કરી બેઠા છે . પરંતુ આજે એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને આદિપુર ખાતે વિરોધ નો સામનો કરવો પડ્યો હતો . આદિપુર ખાતે પધારેલા રોડ ના ખાત મુહૂર્ત માં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી.ગાંધીધામ નગરપાલિકા ના પ્રમુખ ઇસીતાબેન ટીલવાણી , અને ગાંધીધામ નગરપાલિકા ના કાઉન્સિલર અને ભાજપ ના વિવિધ આગેવાનો ને આજે પ્રજાએ સબક શીખડાવ્યો હતો . આદિપુર ના નાગરિકો જે ખરાબ રોડ રસ્તા થી હાલાકી નો સામનો કરવો પડે છે એમના થી આ ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ ને વાકૂફ કરવામાં આવ્યો હતો.ગાંધીધામ શહેર ની હાલત સાવ ખરાબ બની ગઈ છે ભ્રષ્ટાચાર થી ભરેલી આ ગાંધીધામ નગરપાલિકા લોકો ને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં નિષ્ફળ બની છે.ગાંધીધામ ના રોડ રસ્તાઓ તો જાણે ગાંધીધામ નગરપાલિકા ના ભ્રષ્ટ તંત્ર ની પોલ ખોલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે . ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગાંધીધામ માં ધારાસભ્ય અને ભાજપ ના ચૂંટેલા પ્રતિનિધિઓ નું એવો ખુલો વિરોધ એ ભવિષ્યમાં ચિંતા નો વિષય ન બની રહે એ કાળજી ભાજપ મોવડી મંડળ લેવી જરૂરી બની ગઈ છે