ગાંધીધામ: ફ્રીટ્રેડ ઝોન બાજુ જતાં રસ્તા પર R.P.K.વેર હાઉસમાં ટાંકા અને ૧૪ ટેન્કરોમાં રૂ.૨,૬૫,૨૩,૨૭૮ ની કિંમતના ૫,૭૬,૫૯૩ લીટર બેઝ ઓઇલના મોટા જથ્થા ને DY SP. અંજાર & SOG પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવા મા આવી.
ગાંધીધામથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન તરફ જતા સર્વિસ રોડ પર ૧ વર્ષ પહેલાં મામલતદારે સીલ કરેલા હોવા છતાં ત્રણ મહાકાય ટાંકાઓમાંથી ટેન્કરો મારફત બિન્દાસ્ત થતા બેઝ ઓઇલના કારોબાર ઉપર અંજાર વિભાગના ડીવાયએસપીએ એસઓજીને સાથે રાખી રૂ.૨.૬૫ કરોડના બેઝ ઓઇલ સાથે ત્રણ ઇસમોને પકડી કાયદેસર કાર્યવાહી કરતાં ઓઇલ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,કંડલા ફ્રી ટ્રેડ ઝોન થી ગાંધીધામ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા સદ્દગુરૂ વે બ્રીજ પાછળના ભાગે આવેલા આર.પી.કે.વેર હાઉસિંગ પ્રા.લિ. ના કમ્પાઉન્ડમાં લોખંડના મોટા ટાંકા આવેલા છે તે ટાંકાઓમાં બેઝ ઓઇલનો જથ્થો સંગ્રહ કરી સપ્લાય કરાતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીની ટીમ સાથે ત્યા દરોડો પાડી કોઇ પણ લાયસન્સ કે એનઓસી મેળવ્યા વગર બેઝ ઓઇલનો કારોબાર થતો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ત્રણ ટાંકા અને ૧૪ ટેન્કરોમાં રૂ.૨,૬૫,૨૩,૨૭૮ ની કિંમતના ૫,૭૬,૫૯૩ લીટર બેઝ ઓઇલના જથ્થા સાથે મુળ રાજસ્થાનના હાલે ગળપાદર રહેતા રાધેશ્યામ ગોરધનદાસ ગૌર,પાલી રાજસ્થાનના હાલે સેક્ટર-૭ મા રહેતા શેશારામ ઘીસારામ મોબારશા અને કિડાણા શિવધારા સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર મહેન્દ્ર યાદવને પકડી લઇ ૧૪ ટેન્કરો અને મોબાઇલ સહિત રૂ.૫,૪૭,૨૮,૨૭૮ નો મુદ્દામાલ કબજે કરી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.આ કામગીરીમાં ડીવાયએસપી સાથે પીઆઇ એસ.એન.ગડુ,અને એસઓજી ના પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.