પોલીસ માત્ર આમ જનતા પર જ કાયદો ચલાવશે.? હેલ્મેટ ન હોય તો દંડ હોટેલ પર બેઠા ચાય પિયો તો 109 ની કલમ લગાવી જેલમાં પૂરવામાં આવે છે પણ લાખો રૂપિયા ના આ DPT જામીન માંથી માટી ચોર પર કોઈ કાર્યવાહી નહિ કેમ પગાર જનતા ના ટેક્સ થી મળે અને હાજી હાજી નેતાઓની કેમ….?

દિન દયાલ પોર્ટ DPT જમીન માંથી માટી ચોર પર કોઈ કાર્યવાહી નહિ કેમ
લાખો રૂપિયાનો પગાર લેતા આ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ ઘોર નિંદ્રામાં મા હતા કે પછી મોટી ભાગ બટાઈમાં …!!!
વિરોધના ઝંડા લઈને દોડતા જુદી જુદી પાર્ટી દ્વારા આ કૌભાંડ પર શું કારણથી ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું …?
જો સત્તામાં રહેલા રાજકારણીઓનો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ ઉપર દબાણ હોય તો વિપક્ષની પ્રાથમિકતા છે કે તે આગળ આવી અને સત્ય ઉજાગર કરે, કરોડો રૂપિયાના ખનીજ જે DTP ની જમીનમાંથી ઉપાડી ગયા છે તેના વિરૂધ્ધમાં કરે હલ્લાબોલ
આ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની જમીન માથી જે ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી હતી તેમાં કોણ કોણ સંડોવાયેલું હતું કોના દ્વારા છાવરવામાં અને કોનો હાથ હતું તેના પર પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને તેની ઈમાનદારી થી તપાસ કરવામાં આવે તેવી ગાંધીધામ જનતા ની માંગ છે
ગાંધીધામમાં : DPTની જમીન માંથી ખુલ્લેઆમ માટીની ચોરી કર્તાઓ પર ક્યારેય કાર્યવાહી થશે .ગાંધીધામ : ઓસ્લો સર્કલ પાસેના બ્રિજમાં માટી ઠાલવવામાં આવી હતી તે કોની પરવાનગી લીધેલ હતી લાખો રૂપિયાની માટી ચોરી પાછળ કોનો હાથ છે. જે અંગે જાગૃતો દ્વારા વિડીયો અને ફોટો પાડી DPTના અધિકારીઓને બતાવતા સાઈટ વિઝીટ પણ કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓની પૂછડી પર જાણે રાજકારણ નો પગ પડી ગયો હોય તેમ સિંહ જેમ જાગેલા DPTના અધિકારી ચૂપી શાધી ને બેઠા હોય તેમ લાગી રહ્યું છે dy sp . સાહેબ સુધી વાત અને FIR copy પહોંચી ગયેલ તેમ છતાંય પણ કોઈ કાર્યવાહી થયેલ નથી શું માત્ર ગાંધીધામ ની આમ જનતા અને ટુ વહીલર વાહન ચાલકો જ પોલીસ ને દેખાય છે લાખો રૂપિયા ની DPT. જમીન માંથી માટી ચોરી કરતા પર કેમ હાથ કે નજર નથી જતી શું કોઈ રાજકીય દબાવ છે કે રજકી નેતાઓ સબંધી ઓ નું નામ બદનામ ન થાય માટે ચુપી શાધી બેઠા છે . સુત્રોના જણાવ્યા મુજબ દરરોજ ૧ લાખ રૂપિયાનું માત્ર માટીનું બીલ પાસ કરાવવામાં આવે છે અને તે પણ મફતમાં મેળવેલી માટીના..!! માત્ર આકડો જાણી સમજી શકાય છે કે સંડોવાયેલા અધિકારીઓને રોજના કેટલા મળી જતા હશે..!! આ બાબતે અમારા દ્વારા સ્ટીંગ ઓપરેશન અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે જે આગલા એપિસોડમાં બતાવવામાં આવશે.
રાજકીય નેતા જે એક એવો રાજકારણી જે પોતાની લાડલી ના નામે ચરી ખાય છે, એક સમયે રાજકારણનો આખલો બની ગયેલો, પરંતુ સમયે એવી થપાટ મારી કે નીચે પડી ગયો હતો. હવે ફરી આ શખ્સની લાડલી સત્તામાં આવી જતા તેને છૂટો દોર મળી ગયો છે અને ખુલ્લેઆમ તંત્ર ની આંખમાં ધૂળ નાખી ચરી ખાવાનું ચાલુ છે . આ બાબતે આવતા એપિસોડ માં સ્ટીંગ ઓપરેશન વડે વધુ ખુલાશો કરવામાં આવશે. અને નામ ફોટો સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started