




પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી માં એમના ગેટ પર ઉભા રાખેલા બોડીગાર્ડ દ્વારા લૂખી દાદાગીરી કરવામાં આવી રહેલ છે, ગાંધીધામ ના પત્રકારો ને એક બાજુ નવરાત્રી કવરેજ કરવા બોલાવી અને બીજી બાજુ આવા બોડીગાર્ડ દ્વારા લૂખાગુરી કરી અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે.
એક બાજુ સનાતન હિન્દૂ ધર્મ ની સંસ્કૃતિ ને બચાવવા અને બહેન માતાઓ ને આદ્યશક્તિ જગદંબા નો આરાધ્ય કરવા નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત નવરાત્રી નું એમના જ બાજુ ના યોજન કરવામાં આવી રહ્યું છે, જે સનાતન ધર્મ ની રક્ષા અને જતન કરી ને એનું હિન્દૂ જાગૃત થાય અને બધા સાથે આવે એવા આયોજનો કરી રહ્યા છે તેમની બાજુમાંજ અમુક લોકો ટ્રસ્ટ ના નામે હિન્દૂ ધર્મ નું સૌથી મોટું પર્વ એટલે નવરાત્રી ને પૈસા કમાવવા નું સાધન બનાવી દીધું છે
નવરાત્રી એ તો માતાજી ને આરાધના કરવાનું પર્વ છે પરંતુ પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા ખાલી પૈસા કમાવવા નું સાધન બનાવવા માં આવી રહ્યું છે જેમાં લોભામણી ઇનામો ની લાલચ આપી ગાંધીધામ ની પ્રજા ને ઢગ વાનું કામ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે.
*પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી માં પત્રકારો ને નો એન્ટ્રી છે, પત્રકાર ને અંદર આવવા દેવામાં આવતો નથી, શુ અંદર નવરાત્રી ના નામે કંઈક બીજું રંધાઈ રહ્યું છે જે બહાર આવવાની બીકે પત્રકાર ને અંદર આવવા રોકવામાં આવી રહ્યું છે.
એક પ્રાઇવેટ નવરાત્રી જ્યાં બોડીગાર્ડ ઉભા રાખવા પડે એવીપેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી નું બહિષ્કાર કરવું જોઈએ જેથી કરી ને ધર્મ ને ધંધો બનવવા વાડા ની આંખો ખુલે અને એમને સબક મળે.