અંજાર : તા.૧-૧૦-૨૦૨૨ શનિવારે યોજાશે. સવારે ૯-૦૦ક.થી ૨-૦૦ દરમિયાન સેવાસેતુ નું કાર્યક્રમ રાજ્ય સરકાર શ્રી ના આદેશ અનુસાર રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી -આઠમો તબક્કો) અંજાર

અંજાર :
રાજ્ય સરકાર શ્રી ના આદેશ અનુસાર રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી -આઠમો તબક્કો) યોજવાના જિલ્લા કલેકટરશ્રી ના આદેશ અનુસાર અંજાર નગરપાલિકા દ્વારા પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી આહીર ના અધ્યક્ષ સ્થાને તથા નગર અધ્યક્ષા શ્રીમતી લીલા વંતીબેન દિલીપભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં એક “સેવાસેતુ” કેમ્પ વોર્ડ નંબર ૧ થી ૯ ના પ્રજાજનો માટે તા.૧-૧૦-૨૦૨૨ શનિવારે યોજાશે. સવારે ૯-૦૦ક.થી ૨-૦૦ ક.દરમિયાન અરજદારો પાસેથી રજૂઆતો તેમજ તેના પુરાવા મેળવવા અને ૨ -૦૦થી ૫-૦૦ ક.દરમિયાન સ્થળ પર કાગળોની ચકાસણી કે તપાસણી કરી તેનો સ્થળ પર યોગ્ય નિકાલ કરવામાં આવશે. નગરપાલિકાના મુખ્ય સભાસ્થળ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ, બેન્કેબલ યોજનાઓ, ટેક્સ આકારણી, પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન ,જન્મ મરણના દાખલા ઓ,શોપ લાયસન્સ, રોડલાઈટ, લગ્ન નોંધણી વગેરેની વ્યક્તિગત રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે. જેનો લાભ લેવા અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહ ડી.જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ ડી.પલણ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ.ટાક, દંડક શ્રી વિનોદભાઈ ચોટારા ચીફ ઓફિસર શ્રી પારસભાઈ મકવાણા અને કચેરી અધિક્ષક ખીમજી પાલુભાઈ સિંધવ ની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started