




ડોક્ટર કિશન કટુઆ પોતે કરેલા ઓપરેશનમાં એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારણગાંઠ ,વધરાવણ, હરસ-મસા, ભગંદર ,અંડાશય ગર્ભાશયની ગાંઠો , થાઇરોડ ની ગાંઠો, આંતરડામાં કાણા પડી ગયા હોય કે પછી આંતરડા રૂંધાઈ ગયા હોય જેને કાપી અને નવા સારા આંતરડા નો પુનઃ જોડાણ કરવાની સર્જરી,છાતીના કેન્સરની સર્જરી, આંતરડાના કેન્સરની સર્જરી, અંડાશય અને ગર્ભાશયના કેન્સરની સર્જરી, હાથ પગના કેન્સરની ગાંઠોની સર્જરી, સાથે સાથે લેપ્રોસ્કોપી થી એપેન્ડિક્સ ,પિતાશય ,અંડાશય ની સર્જરીઓ સામેલ છે.
નજીકમાં જ કરેલા ઓપરેશનની યાદી મેળવતા એક 56 વર્ષના સામખયારી ના દર્દીને મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ હતી જે નાના આંતરડા સાથે જોડાયેલ હતી આમ જોતા નાના આંતરડાનું નાના આંતરડા સાથે અને મોટા આંતરડાનો મોટા આંતરડા સાથે એટલે કે ચાર જગ્યાએથી આંતરડું કાપી અને બે નવા આંતરડાના જોડાણ કરવાનું કપરી સર્જરી કરી દર્દીને કેન્સર મુક્ત કરવામાં આવ્યું
બીજી એક સર્જરી જેમાં 14 વર્ષના બાળકને પગમાં કેન્સરની ગાંઠ હતી જે પગની મહત્વની લોહીની અને ચેતાતંતુઓની નસો થી જોડાયેલી હતી. તેને આ તમામ નસોથી બચાવી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી..
એક 13 વર્ષ ની કિશોરી છ મહિનાની પેટમાં ગાંઠ હતી જે તપાસ કરતા અંડાશયમાંથી નીકળતી હતી અને કિડની અને પેશાબની નળીને સંપૂર્ણપણે દબાવી દીધેલ હતી તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરી 20×15 cm જેનું વજન ૩ કિલો હતું તે સફળતાપૂર્વક કાઢી એને નવું જીવન આપ્યું..
આવી સફળ અકલ્પનીય સર્જરીની યાદીમાં 40 વર્ષની પોરબંદરની વતની જેને પેટમાં ગાંઠ હતી અને આશરે ૧૩ વર્ષ પહેલા તેની આંતરડાની સર્જરી થઈ હોય તે સમયથી આંતરડું બહાર રાખેલ હતું દર્દીએ રાજકોટ અમદાવાદની ઘણી હોસ્પિટલોમાં ધક્કા ખાધા પછી અહીં ડોક્ટર સાહેબને મળતા તેની તપાસથી તે ગાંઠ અંડાશયના કેન્સરની હોય તેને કાઢવાની સફળ સર્જરી કરી આશરે પાંચ કિલો ની ગાંઠ કાઢી અને જે આતરડું 13 વર્ષથી બહાર હતું તેને પુનઃજોડાણ કરી દર્દીને નોર્મલ જગ્યાએથી સંડાશ આવતું કરી આપ્યું અને દર્દીને 13 વર્ષની પીડામાંથી મુક્તિ મળી.
ડોક્ટર કિશન કટુઆ સાથે થયેલી વાત પ્રમાણે તેમણે જણાવ્યું કે તે તેમની પાસે આવતા દરેક દર્દીને ક્યારેય પણ નિરાશ થવા દીધા નહીં અને તેને યોગ્ય સલાહ સૂચના આપી છે અને તેમણે તેના માટે જે દર્દી દૂર હોય તેમને મળી આવે મળી શકે નહીં તે માટે પોતાનો ફોન નંબર 9033576829 આપેલ તેના પર કોઈ પણ દર્દી તમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે. આથી કહી સકાય કે તેઓ એક સેવાભાવી ડોક્ટર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે.