અંજાર: અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.

અંજાર: અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.
           કાર્યક્રમની શરૂઆતમાં અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઈ આહીરે પૂજ્ય ગાંધીજીના જીવનનો પરિચય આપી દેશની આઝાદી માટે અને ત્યાર પછીના આધુનિક ભારતના નિર્માણ માટે તેમનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું હતું.
      ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સર્કલથી દેવળિયા નાકા પબ્લિક ગાર્ડન સુધી સમૂહ સફાઈ કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુર સિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ ડી. પલણ, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા ,શહેર ભાજપ મહામંત્રી શ્રી દિગંતભાઈ ધોળકિયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ટાંક, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, કેશવજીભાઈ સોરઠીયા, શ્રીમતી કલ્પનાબેન ગોર, નજમાબેન બાયડ,શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડ્યા, ભાજપ અગ્રણી સર્વશ્રી દિનેશભાઈ સી. ઠક્કર, દશરથભાઈ ખાંડેકા, શ્રીમતી બીનાબેન સીતાપરા,નરેશભાઈ થારું, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started