ગાંધીધામ : મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ ના પ્રમુખ ડોકટર શ્રી કિશન કટુઆ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં મહેશ્વરી સમાજના વિસ્તારોમાં થતી નવરાત્રી મહોત્સવમાં સંગઠન ની તાલુકા તથા જિલ્લા ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સાથે સાથે દરેક જગ્યાએ ખેલૈયાઓ માટે પુરસ્કાર સન્માન સાથે આશરે 250 થી પણ વધારે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું.
ગાંધીધામ : મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ ના પ્રમુખ ડોકટર શ્રી કિશન કટુઆ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં મહેશ્વરી સમાજના વિસ્તારોમાં થતી નવરાત્રી મહોત્સવમાં સંગઠન ની તાલુકા તથા જિલ્લા ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સાથે સાથે દરેક જગ્યાએ ખેલૈયાઓ માટે પુરસ્કાર સન્માન સાથે આશરે 250 થી પણ વધારે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું અને દરેક જગ્યાએ માતાજીના દર્શનની સાથે ત્યાંના હોદ્દેદારો સાથે મુલાકાત કરી મહેશ્વરી યુવા સંગઠનના કાર્યોની ચર્ચા કરવામાં આવી. આ વેળાએ મહેશ્વરી યુવા સંગઠનના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આ અંતર્ગત ગણેશનગર, રોટરીનગર, સેક્ટર 7 , જુની સુંદરપુરી, નવજીવનનગર, લુણગનગર, જગજીવનનગર અને મહેશ્વરીનગરમાં થતી નવરાત્રીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામના પ્રમુખ ડૉક્ટર કિશનભાઇ કટુઆ, કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ મતીયા, મહામંત્રી શ્યામભાઈ માતંગ, ખજાનચી ભરતભાઈ ધેડા તથા જિલ્લા સભ્યોમાં કિશોરભાઈ ધુવા, વિશાલભાઈ મહેશ્વરી, પ્રેમભાઈ બડીયા અને સામાજિક અગ્રણી રમેશભાઈ કટુઆની સાથે બીજા અન્ય સંગઠન સભ્યોએ હાજરી આપી હતી.