ગાંધીધામ : નગરપાલિકા મા ભ્રષ્ટાચાર ના આતંક થી કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું, ખાડે ગયેલા વહીવટથી કોન્ટ્રાક્ટર કામ કરતા નથી , સરકાર ની પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા થી નાગરિકો માટે સૌથી મોટી મુશ્કેલી નો સમય બનિયું છે અમુક ચૂંટાયેલા બમણી ભૂખ વાળા ત્રાસ વાદી પેઢી દર પ્રતિનિધિ ઓ વહીવટ ધારો ને સવિધાંનિક કલમો બતાવી ને દબાવી કોન્ટ્રાક્ટ હાસિલ કરી ને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે.

ગાંધીધામ : નગરપાલિકા મા ભ્રષ્ટાચાર ના આતંક થી કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું, ખાડે ગયેલા વહીવટથી કોન્ટ્રાક્ટર કામ કરતા નથી , સરકાર ની પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા થી નાગરિકો માટે સૌથી મુશ્કેલ સમય બનિયું છે અમુક ચૂંટાયેલા બમણી ભૂખ વાળા ત્રાસ વાદી પેઢી દર પ્રતિનિધિ ઓ વહીવટ ધારો ને સવિધાંનિક કલમો બતવી ને દબાવી કોન્ટ્રાક્ટ હાસિલ કરી ને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે.ગાંધીધામ નગરપાલિકાની આબરૂ વરસાદમાં ધોવાયેલા રોડની જેમ ધોવાઈ ગઈ છે વરસાદમાં તો વ્યાપક ભ્રષ્ટાચાર અને ટકાવારીના ખેલમાં માર્ગો પીવાના છે પરંતુ નગરપાલિકાની આબરૂ કચ્છથી લઈને ગાંધીનગર સુધી ધોવાણી છે છતાં સરકાર પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવે છે આ લોકહીત જનતા માટે ગંભીર વિષય છે બન્યું છે , કોન્ટ્રાક્ટરોએ ખાડે ગયેલા વહીવટના કારણે નગરપાલિકામાં ટેન્ડરો ભરવાનું જ બંધ કરી દીધું છે માત્ર માનીતી એક બે એજન્સી કે જે એમાં માલ મલાઈ મલે તેવા માર્ગોના કામોતળિયે કરે છે અને આ એજન્સીઓ પાસે કામ કરાવવામાં સત્તાધિશો પણ અત્યંત ખુશ છે . પરંતુ અન્ય કોન્ટ્રાક્ટરોએ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ અને તિળયે ગયેલી તિજોરી ના કારણે ટેન્ડરો ભરવાનું બંધ કર્યું છે . વર્ષો પછી નગરપાલિકાની આટલી કંગાળ સ્થિતિ આવી છે સત્તાધીશો અને અધિકારીઓ ની આબરૂ નું ધોવાણ થયું છે સત્તાધીશો અને કાઉન્સિલરોના ઝઘડા જગ જાહેર થયા અધિકારીઓ અને સત્તાધિશોના ઝઘડા બહાર આવ્યા આ અંદરો અંદરના ઝઘડામાં વહીવટ થઈ ગઈ તેના પરિણામે જોડીયા શહેરોનો વિકાસ રૂંધાઈ ગયો ચોમાસા પહેલા જે માર્ગોનું કામ કરવામાં આવ્યું હતું તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ટકાવારીના ખેલમાં પડેલા મોટા મોટા ભ્રષ્ટાચારના ગાબડા અને ખાડા ના કારણે જોડિયા શહેરોના લોકોને અત્યંત કઠણાઈ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે લોકોએ પોતાના કામો કરાવવા માટે નેતાઓ ની ઘેરાબંધી કરવી પડે છે અને સમસ્યાઓ હલ કરાવવા માટે નગરપાલિકા કચેરીની બહાર જ ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડે છે આવી સ્થિતિ ગાંધીધામ આદિપુર ની છે પ્રતાદિ સત્તાધીસોના ઝઘડા અને તળિયે ગયેલી તિજોરી ના કારણે કોન્ટ્રાક્ટરો નગરપાલિકાના કામો કરવા તૈયાર નથી જો ઓમ ભૂલથી કોઈ કોન્ટ્રાક્ટર ઈમરજન્સીમાં પણ કામ કરે તો ત્યારે પછી તેનું ટેન્ડર બહાર પડાય છે અને જે કોન્ટ્રાક્ટર એ કામ કર્યું હોય તેને મળતું નથી અન્ય કોન્ટ્રાક્ટરને મળે છે પાસે સાવ નીચા ભાવમાં કામ કરાવે છે તેનો સીધો મતલબ એવો છે કે આ કામો હલકી ગુણવત્તા ના થવાના છે અને થોડા સમય પછી મરામત માટે તે જ એજન્સીને કામ ઉપાશે એટલે તેમાંથી પણ પૈસા મળશે આવી નીતિ નગરપાલિકામાં ચાલે છે જેના કારણે અનેક સારા કોન્ટ્રાક્ટરો છે નગરપાલિકાના કામો કરવાથી દુરી બનાવી લીધી છે વ્યાપક ભ્રષ્ટાચાર અને ટકાવારી નો ખેલ ચાલે છે અને આ ખેલમાં કોન્ટ્રાક્ટરોને ભોગ નથી બનવું એટલા માટે કોન્ટ્રાક્ટરોએ નગરપાલિકામાં ટેન્ડર ભરવાનું જ બંધ કરી દીધું છે પરિણામે હવે નસીબ અને જે કોન્ટ્રાક્ટરો કામ કર્યું છે . તેમને પછી તેમના કામ કરેલા રૂપિયા માંથી હાથ ખંખેરવાનો વારો આવે છે એટલા માટે જ હાલની મોજુદા નગરપાલિકાની બોડીમાં કોઈ કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી રોડ અને પેવર બ્લોકમાં સત્તાધિશોએથી કોઈ સિંગલ ટેન્ડર આવે તો તેને વ્યાપક ભ્રષ્ટાચાર ની સંભાવના છે . અને થાય પણ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે નગરપાલિકાના ઇતિહાસમાં આવી થર્ડ ક્લાસ સિસ્ટમ ચલાવનારા પદાધિકારીઓ આવ્યા છે જેને કારણે આબરૂ નું ધોવાણ થઈ ગયું છે . આબરૂના લિરેલીરાઉડ્યા છે છતાં બે શર્મોની જેમ વર્તન કરાય છે તેનું પરિણામ નાગરિકોને ભોગવવું પડે છે શહેરના જાગૃત નાગરિકોએ અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે પણ સરકાર ખુદ ગાંધારીની ભૂમિકામાં હોવાથી કોઈ પગલા ભરતા નથી નાગરિકો હેરાન થાય છે શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વ્યાપક વર્ષોથી નગરપાલિકાઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું છે નગરપાલિકાને આબરૂનું તળિયા ઝાટક ધોવાણ થયું આંતરિક ડખાવો ખાડે ગયેલા વહીવટ અને તળિયે ગયેલી તિજોરી થી સત્તાધીશોની અને અધિકારીઓની આબરૂ નીલામ થઈ છે સરકાર દ્વારા જોડિયા શહેરોના નાગરિકોના હિતમાં નિર્ણય લઈને પગલા ભરવામાં આવે તેવી માંગ પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા અરજ છે.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started