અંજાર : શહેર જાહેર જનતા ને નમ્ર અપીલ દિવાળીના તહેવાર અનુસંધાને જાહેર જનતા ( ખાસ મહિલાઓ ) જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાઓ ત્યારે તમે પહેરેલ સોનાના દાગીના કે પર્સ કે મોબાઇલ અને સર સામાન ની ફોનનું ખાસ ધ્યાન રાખો માટે ની અંજાર પોલીસ વતી નમ્ર અપીલ છે.અને પોલીસ ને શાથ સહકાર આપવા નમ્ર અપીલ, અંજાર પોલીસ સ્ટેશન ના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી.
જાહેર જનતાને નમ્ર અપીલ દિવાળીના તહેવાર અનુસંધાને જાહેર જનતા ( ખાસ મહિલાઓ ) જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાઓ ત્યારે તમે પહેરેલ સોનાના દાગીના કે પર્સ કે મોબાઇલ ફોનનું ખાસ ધ્યાન રાખો . દિવાળી તહેવાર અનુસંધાને આજુ – બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે શહેરમાં આવતા તમારા મોટર સાયકલને વ્યવસ્થીત જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ પાર્ક કરવા અને ખાસ હેન્ડલ લોક રાખવા . જ્યારે તમે કાર પાર્ક કરી ક્યાંય પણ જાવ છો ત્યારે તમારી કારમાં કોઇ કિમંતી ચિજ – વસ્તુઓ , દાગીના , લેપટોપ , મોબાઇલ ફોન , પર્સ વિગેરે વસ્તુઓ મુકશો નહી . જ્યારે તમે રોડ પરથી પસાર થઇ રહ્યા હોય ત્યારે કોઇ અજાણ્યો વ્યક્તિ તમારી કારને ઉભી રાખવા ઇશારો કરે અથવા હવા ઓછી છે કે ઓઇલ લીકેજ થાય છે એવુ કહી આપનુધ્યાન ભટકાવવા કોશિષ કરે તો ખાસ એલર્ટ રહેવું . બેંક , જ્વેલરી શોપ કે આંગડીયા પેઢીમાં જતી અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો , કોઇ તમારો પીછો કરતું હોય એવુ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો . દિવાળીના તહેવાર દરમ્યાન નાણાંની મોટી હેરફેર કરવાની હોય તો પોલીસનો સંપર્ક કરી મદદ લો . વધુ રકમની આપ – લે કરતા સમયે ટુ વ્હિલર નહી પણ ફોર વ્હિલરનો ઉપયોગ કરવાનુ રાખો . કોઇપણ રિક્ષા , બસ , ટ્રેન કે ખાનગી પેસેન્જર વાહનમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિમંતી સામાનનું ધ્યાન રાખો . અજાણ્યા સહ – પ્રવાસી દ્વારા આપવામાં આવતી કોઇ ચિજવસ્તુ ખાવી પીવી નહી.ખાનગી પેસેન્જર વાહનનો ઉપયોગ કરતા સમયે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર નોંધી લેવાની કાળજી રાખો . દિવાળીના તહેવારો દરમ્યાન વેકેશન પર જઇ રહ્યા હોય ત્યારે કિમંતી સામાન કે રોકડ રકમને બેન્કમાં મુકી દો . તહેવારોના સમય દરમ્યાન જો વધુ સમય માટે બહાર ગામ જવાના થાય ત્યારે આપના પાડોશમા રેહતા લોકોને તથા પોલીસને જાણ કરો . જેથી પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન તમારા ઘરનું ધ્યાન રાખી શકે . તાત્કાલીક સંપર્ક માટે અંજાર પોલીસ સ્ટેશન P.I એસ.ડી.સીસોદીયા A.S.I કીર્તીભાઇ ગેડીયા U.H.C જયંતીભાઇ વાઘેલા U.H.C સેંધાજી પરમાર ( અંજાર શહેર વિસ્તાર ) U.H.C માનાભાઇ આહીર ( મેઘપરવિસ્તાર ) U.H.C કીશોરભાઇ ડોડીયા ( વેલ્સપન વિસ્તાર ) U.H.C જબરદાન ગઢવી ( ભુવડ ઓ.પી ) U.H.C રમેશભાઇ ડાંગર ( રત્નાલ ઓ.પી ) ૦૨૮૩૬ ૨૪૨૫૧૭ ૯૮૯૮૧૩૮૭૦૪ ૯૯૭૮૩૧૧૨૩૩ ૯૪૨૭૨૬૭૯૮૯ ૮૧૪૦૧૩૬૦૪૩ ૯૯૦૯૭૪૯૦૩૯ ૯૭૩૭૯૭૮૦૨૯ ૯૯૦૯૭૮૬૭૭૨ ૯૯૭૯૩૮૮૫૯૧.