લખપત તાલુકા : દયાપર ખાતે તાજેતરમાં નિર્મમ હત્યાના કેસમાં આરોપીઓ સામે લગાવવામાં આવેલ કલમો માં રાજકીય દબાણથી ફેરફાર કરવામાં ન આવે તથા યોગ્ય કાર્યવાહી ની માંગ સાથે મોન રેલી નીકાળવવા મા આવી હતી.
દયાપર ખાતે તાજેતરમાં બહુજન સમાજના યુવાનની નિર્મમ હત્યાના કેસમાં આરોપીઓ સામે લગાવવામાં આવેલ કલમો માં રાજકીય દબાણથી ફેરફાર કરવામાં ન આવે તથા યોગ્ય કાર્યવાહી ની માંગ સાથે બહુજન સમાજ ના આગેવાનો સર્વશ્રી નરેશભાઈ મહેશ્વરી, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશીયા, પ્રેમજીભાઈ મંઘરીયા, ગોપાલભાઈ મકવાણા (ગાંધીધામ મારવાડા સમાજ ના અગ્રણી), ભુજ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અશોકભાઇ હાથી, કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ અશોકભાઇ ઘેલા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પચાણભાઈ સંજોટ , જીલ્લા ભાજપ અ.જા. મોરચાના પૂર્વ પ્રમુખ સામતભાઈ મહેશ્વરી, રમેશભાઈ ગરવા, જીલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમ ગોરડિયા, જીલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઈ વાઘેલા સહિતના દલિત આગેવાનો ની આગેવાની હેઠળ એક રેલીનું આયોજન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જય ભીમ… જય સંવિધાન… લડેગે જીતેગે… ઇન્કલાબ જિંદાબાદ… આજરોજ તા.17.10.2022 ના રોજ ભુજ મધ્યે મૌન રેલી આયોજવા મા આવી. જેમાં ફક્ત એક જ માંગ કે લખપત ના મેઘપર મા જે સ્વ. નરેન્દ્ર બલિયા ની ગાડી ચડાવી ને ક્રૂર હત્યા કરવા મા આવી હતી જેના આરોપીઓ ને ફાંસી ની સજા થાય અને આ કૃત્ય સાથે સંડોવાયેલ લોકો ની તપાસ કરવા મા આવે અને એમને પણ જેલ હવાલે કરવા મા આવે એવી મૌન રેલી સ્વરૂપે માંગ કરાઈ હતી. જેમાં બાહોળી સંખ્યા મા કચ્છ ભર થી બાળકો, વડીલો, મહિલાઓ વગેરે જોડાયા હતા.