જિલ્લા ટ્રાફિક શાખા , પૂર્વ કચ્છ – ગાંધીધામ તા .૦૬ / ૧૧ / ૨૦૨૨ બાઇક સ્ટંટ કરતા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક શાખા . પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ , પૂર્વ કચ્છ – ગાંધીધામ નાઓની ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પો.સ.ઇ.શ્રી બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી દરમ્યાન એક બાઇક પર સ્ટંટ કરતા બાઇક ચાલકનો સોશિયલ મિડીયામાં વિડિયો વાયરલ થયેલ જે સ્ટંટ કરનાર બાઇક ચાલક નરેશભાઇ પપ્પુભાઇ બારોટ ઉ.વ .૧૮ રહે.હેમાંગ પટેલના દવાખાનાની સામે , ખોડીયાર મંદિરની પાછળ , જુની સુંદરપુરી , ગાંધીધામ વાળાને મો.સા. સાથે શોધી કાઢી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી .