અંજાર : નગરપાલિકા ધ્વારા અંજાર શહેરના ૧૪૭૮ માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અંજાર
અંજાર નગરપાલિકા ધ્વારા અંજાર શહેરના ૧૪૭૮ માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સવારે ૧૦.૧૫ કલાકે એક શોભાયાત્રા અંજાર નગરપાલિકા કચેરી મધ્યેથી ઢોલ અને શરણાઈ સાથે નિકળી હતી. જેમા કળશધારી બાલિકાઓ તેમજ મહાનુભવો,એન.સી.સી ના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો વિશાળ પ્રમાણમાં જોડાયા હતા. આ શોભાયાત્રા અજેપાળ મંદિર મધ્યે પહોચી હતી. ત્યાં શાસ્ત્રોકત વિધી સાથે પુજન થયુ હતુ. ત્યાર બાદ આ શોભાયાત્રા ગંગાનાકા પહોચી હતી. ત્યા ખીટી પુજન અને તોરણ વિધી થઈ આ તમામ પુજનવિધી અંજાર મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા, પૂર્વ રાજયમંત્રી શ્રી વાસણભાઈ જી. આહિર અને અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતિ લીલાવંતીબેન દિલિપભાઈ પ્રજાપતિ ના વરદ હસ્તે થઈ હતી. આ પ્રસંગે રામસખી મંદિરના મહંતશ્રી ર્કિતીદાસજી મહારાજ, શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના મહંત શ્રી ખીમજીભાઈ માતંગદાદા, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, જીલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, અંજાર ભાજપ પ્રભારી શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, શ્રી ગોવિંદભાઈ કોઠારી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેનશ્રી વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતાશ્રી સુરેશભાઈ એ. ટાંક, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, દંડકશ્રી વિનોદ ચોટારા, ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા સાહેબ, અંજાર મામલતદાર શ્રી અનિલભાઈ જાદવ સાહેબ, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ વિગેરે સાથે રહયા હતા.
શ્રી દેવેન કનકચંદ્ર વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચિત્રકાર નાનજીભાઈ સુમારભાઈ રાઠોડ એ શ્રી અજયપાળ દાદાની સ્વહસ્તે બનાવેલા ચિત્ર નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરી અને તે મંદિરને અર્પણ કરેલ.
ધારાસભ્ય શ્રી ત્રીકમભાઈ બી. છાંગાએ શહેરીજનોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાનો કોલ આપ્યો હતો.
પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ જી.આહિરે શહેરીજનોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિએ
પણ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા,પુર્વ રાજય મંત્રી શ્રી વાસણભાઈ જી. આહીર અને અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતિ લીલાવંતીબેન દિલિપભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રીશ્રી વસંતભાઈ કોડરાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને અંજારના પ્રભારી શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનિભાઈ આર. શાહ, શ્રી ગોવિંદભાઈ કોઠારી, ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેનશ્રી વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતાશ્રી સુરેશભાઈ એ. ટાંક, ચીફઓફિસર શ્રી પારસકુમાર મકવાણાસાહેબ, અંજાર મામલતદાર શ્રી અનિલભાઈ જાદવ સાહેબ, રામસખી મંદિરના મહંતશ્રી કીર્તિદાસજી મહારાજ, શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના મહંત શ્રી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગદાદા, સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરેમનશ્રી બલરામભાઈ જેઠવા, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઈ શેઠ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન સોરઠીયા(ડાડા), વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સીલર સર્વશ્રીઓ શ્રી અનિલભાઈ પંડ્યા, કેશવજીભાઈ સોરઠીયા, ડાયાલાલભાઈ મઢવી, નિલેશભાઈ ગોસ્વામી, સુરેશભાઈ ઓઝા, અમરીશભાઈ કંદોઈ, વૈભવ કોડરાણી, મયુર ખીમજીભાઈ સિંધવ, મામદહુશેન સૈયદ, પાર્થભાઈ સોરઠીયા, કુંદનબેન જેઠવા, ઈલાબેન ચાવડા, પ્રીતીબેન માણેક, કલ્પનાબેન ગોર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સર્વશ્રી રાજેશભાઈ વી ઠક્કર, શ્રીમતી પુષ્પાબેન જે ટાંક, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મ્યાજરભાઈ છાંગા,શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડયા, શ્રી પ્રકાશભાઈ કોડરાણી, શ્રી આશિષભાઈ ઉદવાણી, શાસનાધિકારી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના ડો. ખીમજી એસ. સિંધવ, મનોજભાઈ લોઢા, જીગરદાન ગઢવી, શ્રીમતી હર્ષાબેન ત્રિવેદી, ક્રિષ્નાબેન જોષી, જયશ્રીબેન ઠક્કર, જયશ્રીબેન મહેતા, શ્રીમતી બીનાબેન સીતાપરા, શ્રી મંજુલાબેન ચૌહાણ,પૂજાબેન બારમેડા, સોનલબેન મહેતા, શ્રી ક્રિપાલસિંહ રાણા, શ્રી પુનિતભાઈ ઠક્કર, હસમુખભાઈ કોડરાણી, જયપાલસિંહ ઝાલા, શ્રી પૂનમભાઈ ધુવા,ડાયાલાલભાઈ રાઠોડ, હાર્દીક પ્રજાપતિ, મંગલ ધુઆ, મુકેશ સામડીયા દશરથ ખાંડેકા, મજીદ રાયમા, હનીફ કુંભાર ,મહેન્દ્રભાઈ કોટક, ધનુબેન ગઢવી, નજમાબેન બાયડ, સલીમ બાયડ, જુસાભાઈ બાયડ ,એન. સી. સી. ઓફીસર દિલીપભાઈ પરમાર,અંજાર શિક્ષકગણ, તેમજ શહેરીજનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા કચેરી અધિક્ષકશ્રી ખીમજી પાલુભાઈ સિંઘવ, બિંદુલ અંતાણી, તેજપાલભાઈ લોંચાણી,રશ્મિન ભિંડે, શંકર સિંધવ, સુરેશ છાયા, ચિરાગ ઠકકર, પ્રકાશ રોંશિયા, ગુંજન પંડયા, ચૈતાલી રાઠોડ,કિંજલ શાહ, અવની નાથબાવા, વિગેરે જહેમત ઉઠાવી હતી.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started