ગાંધીધામ : S.O.G. પોલીસ દ્વારા, ગેરકાયદેસ૨ ૨ીતે વાહનોનુ કટીંગ કરેલ ભંગા૨ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી , ગાંધીધામ પોલીસ.

ગેરકાયદેસ૨ ૨ીતે વાહનોનુ કટીંગ કરેલ ભંગા૨ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા, સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી આધારે ગાંધીધામ તાલુકાના ચુડવા ગામે પ્લોટ નં.૧૬૦-૧૬૧ શ્રી ૨ામ ટ્રેડર્સ પાસે રામજીભાઈ રામદાસ પાઠક ઉ.વ .૪૪ ૨હે..પ્લોટ નં .૧૯૩ / ૩ વોર્ડ નં .૦૮ / એ સુભાષનગર ગાંધીધામ વાળા ટ્રક નં.જી.જે.૦૧.એ.ટી .૧૫૫૫ વાળીને ભંગારમાં કટીંગ કરવા તથા વાહન નોંધણી ૨૬ કરવા અંગેની માન્ય આર.ટી.ઓ શ્રી તરફથી ના વાંધા પ્રમાણપત્ર નહી મેળવી તથા ગોપાલ રીખઇ સાહાની તથા દુર્ગેશકુમા૨ કપીલ મુની મિશ્રાનાઓ પાસેથી ગે.કા રીતે ભંગાર કટીંગ કરાવી કુલ્લ કિ.રૂ .૨,૯૨૦,૯૫૦ / -નો મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી મોટર વ્હીકલ એક્ટ કલમ ૫૫ તથા આઇ.પી.સી કલમ ૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ આગળની તપાસ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ .
પકડાયેલ આરોપી : ( ૧ ) ૨ામજીભાઈ ૨ામદાસ પાઠક ઉ.વ .૪૪ ૨હે..પ્લોટ નં .૧૩ / ૩ વોર્ડ નં .૦૮ / એ સુભાષનગર ગાંધીધામ મૂળ રહે.ચે ૨ાજોત પો.સ્ટ ગૌ૨ા બજાર થાના ગોલહોરા જી.સિધ્ધાર્થનગર ઉત્તરપ્રદેશ . ( ૨ ) ગોપાલ રીખઇ સાહાની ઉ.વ .૪૫ ધંધો.મજુરી ( ગેસકટીંગનો ) હે.હાલે શ્રી ૨ામ ટ્રેડર્સ ચુડવા ગામ પ્લોટ નં.૧૬૦ ૧૬૧ તા.ગાંધીધામ મુળ ૨હે.ગામ ઘ૨ નં .૦૫ ભ૨વલીયા તા.બાસગામ ગોરખપુર ઉત્તરપ્રદેશ . ( ૩ ) દુર્ગેશકુમા૨ કપીલ મુની મિશ્રા ઉ.વ .૩૨ ધંધો મજુરી રહે.હાલે . શ્રી રામ ટ્રેડર્સ ચુડવા ગામ પ્લોટ નં.૧૬૦-૧૬૧ તા.ગાંધીધામ મુળ રહે.રેહરા બજાર ભીમા૫ર સિધ્ધાર્થનગર નવગઢ ઉત્તર પ્રદેશ
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) ટ્રક નં.જી.જે.૦૧.એ.ટી ૧૫૫૫ વાળી અડઘી કટીંગ | કિ રૂ .૧૫૫૦૦૦ / ( ૨ ) એક ગેસ કટર તથા તેની લાલ તથા વાદળી કલ૨ ની નળીઓ કિ.રૂ .૧૦૦૦ / ( ૩ ) કોમર્શિયલ ઇન્ડેન ગેસનો મોટો બાટલોકિ.રૂ .૨૦૦૦ / ( ૪ ) ઓક્સિજનના બાટલા નંગ -૨ કિ.રૂ .૪૦૦૦ / ( ૫ ) ટ્રેલર નં.જી.જે.૧૨.બી.ડબલ્યુ .૫૦૬૭ કિ.રૂ .૨૨૦૦૦૦૦ ( ૬ ) ટ્રેલર નં.જી.જે.૧૨.બી.ડબલ્યુ .૫૦૬૭ માં ભરેલ ૧૫૯૭૦ કિલો ભંગાર કિ.રૂ .૫,૫૮,૯૫૦ / ( ૭ ) શિવ કૃપા વે – બ્રીજની વજન કાંટાની ચિઠ્ઠી કિ.રૂ .૦૦ / ૦૦ કુલ્લ કિ.રૂ .૨,૯૨૦,૯૫૦ / -નો મુદ્દામાલ હતો . ઉ
પરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતા.

ગાંધીધામ : S.O.G. પોલીસ દ્વારા ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી ને કાયદેસર ની કાર્યવાહી કરતી અંજાર મોડવદર ગામની સીમ મા સર્વે નં -૧૩૩ / ૨ માં આવેલ તુષાર એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક વસંતભાઈ ભાનુશાલી રહે.ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમા અલગ અલગ જ્વલનશીલ પ્રવાહી કુલ્લ કિ.રૂા .૪૩,૯૫,૨૫૦ / – નો મુદ્દામાલનો સંગ્રહ કરેલ જથ્થા ને ઝડપી પાડતી ગાંધીધામ એસ ઓ જી પોલીસ .

ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષ જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે અંજાર તાલુકાના મોડવદ૨ ગામની સીમ સર્વે નં -૧૩૩ / ૨ માં આવેલ તુષાર એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક વસંતભાઈ ભાનુશાલી રહે.ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમા અલગ અલગ જ્વલનશીલ પ્રવાહી કુલ્લ કિ.રૂા .૪૩,૯૫,૨૫૦ / – નો મુદ્દામાલનો જથ્થો સંગ્રહ તેમજ વેપાર કરી તે બાબતે સ્થાનિકે કોઇ સેફ્ટીના સાધનોની વ્યવસ્થા નહી કરી માનવ જીંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય તે રીતે હવા દુષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી સરકારથી પાસેથી લેવાના થતા લાયસન્સો તથા એન.ઓ.સી.નહી મેળવી પેટ્રોલીયમ પદાર્થનો સંગ્રહ કરી આરોપી હાજર ન મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ઇ.પી.કો.કલમ ૨૭૮,૨૮૫ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ અંજાર પો.સ્ટે.માં સોંપવામા આવેલ .
હાજર ન મળી આવેલ આરોપી : વસંતભાઈ વાલજીભાઈ ભાનુશાલી રહે.બી / ૨૨ અપના નગર ગાંધીધામ જી.કચ્છ
પકડાયેલ મુદ્દામાલની વિગત : ( ૧ ) પામ એસીડ ઓઇલના લીટ૨- ૫૩૫૦૦ કિ.રૂા .૨૯,૪૨,૫૦૦ / ( ૨ ) મીક્સ પામ એસીડ ઓઈલ ( સલ્ફ ) લીટ૨-૨૯૦૫૫૦ કિં.રૂ।.૧૪,૫૨,૭૫૦ / કુલ્લ રૂા . કિ.રૂા .૪૩,૯૫,૨૫૦ / – નો મુદ્દામાલ
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઈન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો .

ગાંધીધામ : નગરપાલિકા મા ભ્રષ્ટાચાર ના આતંક થી કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું, ખાડે ગયેલા વહીવટથી કોન્ટ્રાક્ટર કામ કરતા નથી , સરકાર ની પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા થી નાગરિકો માટે સૌથી મોટી મુશ્કેલી નો સમય બનિયું છે અમુક ચૂંટાયેલા બમણી ભૂખ વાળા ત્રાસ વાદી પેઢી દર પ્રતિનિધિ ઓ વહીવટ ધારો ને સવિધાંનિક કલમો બતાવી ને દબાવી કોન્ટ્રાક્ટ હાસિલ કરી ને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે.

ગાંધીધામ : નગરપાલિકા મા ભ્રષ્ટાચાર ના આતંક થી કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું, ખાડે ગયેલા વહીવટથી કોન્ટ્રાક્ટર કામ કરતા નથી , સરકાર ની પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા થી નાગરિકો માટે સૌથી મુશ્કેલ સમય બનિયું છે અમુક ચૂંટાયેલા બમણી ભૂખ વાળા ત્રાસ વાદી પેઢી દર પ્રતિનિધિ ઓ વહીવટ ધારો ને સવિધાંનિક કલમો બતવી ને દબાવી કોન્ટ્રાક્ટ હાસિલ કરી ને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે.ગાંધીધામ નગરપાલિકાની આબરૂ વરસાદમાં ધોવાયેલા રોડની જેમ ધોવાઈ ગઈ છે વરસાદમાં તો વ્યાપક ભ્રષ્ટાચાર અને ટકાવારીના ખેલમાં માર્ગો પીવાના છે પરંતુ નગરપાલિકાની આબરૂ કચ્છથી લઈને ગાંધીનગર સુધી ધોવાણી છે છતાં સરકાર પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવે છે આ લોકહીત જનતા માટે ગંભીર વિષય છે બન્યું છે , કોન્ટ્રાક્ટરોએ ખાડે ગયેલા વહીવટના કારણે નગરપાલિકામાં ટેન્ડરો ભરવાનું જ બંધ કરી દીધું છે માત્ર માનીતી એક બે એજન્સી કે જે એમાં માલ મલાઈ મલે તેવા માર્ગોના કામોતળિયે કરે છે અને આ એજન્સીઓ પાસે કામ કરાવવામાં સત્તાધિશો પણ અત્યંત ખુશ છે . પરંતુ અન્ય કોન્ટ્રાક્ટરોએ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ અને તિળયે ગયેલી તિજોરી ના કારણે ટેન્ડરો ભરવાનું બંધ કર્યું છે . વર્ષો પછી નગરપાલિકાની આટલી કંગાળ સ્થિતિ આવી છે સત્તાધીશો અને અધિકારીઓ ની આબરૂ નું ધોવાણ થયું છે સત્તાધીશો અને કાઉન્સિલરોના ઝઘડા જગ જાહેર થયા અધિકારીઓ અને સત્તાધિશોના ઝઘડા બહાર આવ્યા આ અંદરો અંદરના ઝઘડામાં વહીવટ થઈ ગઈ તેના પરિણામે જોડીયા શહેરોનો વિકાસ રૂંધાઈ ગયો ચોમાસા પહેલા જે માર્ગોનું કામ કરવામાં આવ્યું હતું તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ટકાવારીના ખેલમાં પડેલા મોટા મોટા ભ્રષ્ટાચારના ગાબડા અને ખાડા ના કારણે જોડિયા શહેરોના લોકોને અત્યંત કઠણાઈ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે લોકોએ પોતાના કામો કરાવવા માટે નેતાઓ ની ઘેરાબંધી કરવી પડે છે અને સમસ્યાઓ હલ કરાવવા માટે નગરપાલિકા કચેરીની બહાર જ ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડે છે આવી સ્થિતિ ગાંધીધામ આદિપુર ની છે પ્રતાદિ સત્તાધીસોના ઝઘડા અને તળિયે ગયેલી તિજોરી ના કારણે કોન્ટ્રાક્ટરો નગરપાલિકાના કામો કરવા તૈયાર નથી જો ઓમ ભૂલથી કોઈ કોન્ટ્રાક્ટર ઈમરજન્સીમાં પણ કામ કરે તો ત્યારે પછી તેનું ટેન્ડર બહાર પડાય છે અને જે કોન્ટ્રાક્ટર એ કામ કર્યું હોય તેને મળતું નથી અન્ય કોન્ટ્રાક્ટરને મળે છે પાસે સાવ નીચા ભાવમાં કામ કરાવે છે તેનો સીધો મતલબ એવો છે કે આ કામો હલકી ગુણવત્તા ના થવાના છે અને થોડા સમય પછી મરામત માટે તે જ એજન્સીને કામ ઉપાશે એટલે તેમાંથી પણ પૈસા મળશે આવી નીતિ નગરપાલિકામાં ચાલે છે જેના કારણે અનેક સારા કોન્ટ્રાક્ટરો છે નગરપાલિકાના કામો કરવાથી દુરી બનાવી લીધી છે વ્યાપક ભ્રષ્ટાચાર અને ટકાવારી નો ખેલ ચાલે છે અને આ ખેલમાં કોન્ટ્રાક્ટરોને ભોગ નથી બનવું એટલા માટે કોન્ટ્રાક્ટરોએ નગરપાલિકામાં ટેન્ડર ભરવાનું જ બંધ કરી દીધું છે પરિણામે હવે નસીબ અને જે કોન્ટ્રાક્ટરો કામ કર્યું છે . તેમને પછી તેમના કામ કરેલા રૂપિયા માંથી હાથ ખંખેરવાનો વારો આવે છે એટલા માટે જ હાલની મોજુદા નગરપાલિકાની બોડીમાં કોઈ કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી રોડ અને પેવર બ્લોકમાં સત્તાધિશોએથી કોઈ સિંગલ ટેન્ડર આવે તો તેને વ્યાપક ભ્રષ્ટાચાર ની સંભાવના છે . અને થાય પણ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે નગરપાલિકાના ઇતિહાસમાં આવી થર્ડ ક્લાસ સિસ્ટમ ચલાવનારા પદાધિકારીઓ આવ્યા છે જેને કારણે આબરૂ નું ધોવાણ થઈ ગયું છે . આબરૂના લિરેલીરાઉડ્યા છે છતાં બે શર્મોની જેમ વર્તન કરાય છે તેનું પરિણામ નાગરિકોને ભોગવવું પડે છે શહેરના જાગૃત નાગરિકોએ અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે પણ સરકાર ખુદ ગાંધારીની ભૂમિકામાં હોવાથી કોઈ પગલા ભરતા નથી નાગરિકો હેરાન થાય છે શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વ્યાપક વર્ષોથી નગરપાલિકાઓમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું છે નગરપાલિકાને આબરૂનું તળિયા ઝાટક ધોવાણ થયું આંતરિક ડખાવો ખાડે ગયેલા વહીવટ અને તળિયે ગયેલી તિજોરી થી સત્તાધીશોની અને અધિકારીઓની આબરૂ નીલામ થઈ છે સરકાર દ્વારા જોડિયા શહેરોના નાગરિકોના હિતમાં નિર્ણય લઈને પગલા ભરવામાં આવે તેવી માંગ પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા અરજ છે.

કરોડો ના કામ મા કરોડો નું કોભાન ની આશંકા પોતાના નાજ ઉદ્યોગ અને પોતાના જ લાભ માટે ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા હાજીપીર-દેશલપર રોડનું ખાતમુર્હત કરાયું. છે તેવું સ્થાનિક લોક મુખે ચર્ચા ઓ થહી રહી છે માર્ગ નિર્માણથી આ માર્ગ પર આવેલી મીઠાની કંપનીઓના અંદાજે ૫૦૦ થી ૬૦૦ ભારે અને ઓવરલોડ વાહનો નું ચલણ થશે તેવું પણ સૂત્રો મુજબ મળતી માહિતી છે.

હાજીપીર દાદાના લાખો શ્રદ્ધાળુ અને આસપાસના ગામો તેમજ મીઠા ઉદ્યોગ માટે આ માર્ગ બહુ ઉપયોગી બનશે
વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય
રુ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા હાજીપીર-દેશલપર રોડનું ખાતમુર્હત કરાયું.
ભુજ, શનિવાર:
પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ હાજીપીરના શ્રદ્ધાધામ હાજીપીર ગામે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે રુ. ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૬ કિલોમીટરના દેશલપર-હાજીપીર રોડનું આજરોજ ખાતમુર્હત ખાતે કર્યું હતું.
ભુજ તાલુકાના ઢોરોથી હાજીપીર ગામ વચ્ચે હયાત ૩.૭૫ મીટર માંથી સાત મીટર પહોળા અને રીસર્ફેસિંગ થનાર આ માર્ગથી પવિત્ર હાજીપીર યાત્રાધામમાં રાજ્યભરમાંથી આવનારા લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આ માર્ગ શ્રદ્ધાળુઓ માટે તેમજ ઢોર,લૂડ્બાઈ હાજીપીર ગામના ૩૦૦૦ ઉપરાંત રહેવાસી લોકોને ઉપયોગી બનશે. આ માર્ગ નિર્માણથી આ માર્ગ પર આવેલી મીઠાની કંપનીઓના અંદાજે ૫૦૦ થી ૬૦૦ ભારે વાહનોની વહનક્ષમતાને ખમી શકે તેવો માર્ગ નિર્માણ થતાં પરિવહન સરળ બનશે, એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
બન્નીને રેવન્યુ વિલેજ અપાવવા માટે સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે. સ્થાનિકોના જીવનમાં સુખ સુવિધાઓ વધે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આજે હોડકો ખાતે રુ.૩૫૮.૩૧ લાખના ખર્ચે આ વિસ્તારના વિવિધ રસ્તાના ખાતમુહૂત પણ કરાયું છે એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ. નીમાબેન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું.
વિધાનસભા અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના વિકાસ સાથે સરકાર અહીંના લોકો માટે પ્રાથમિક સુખ- સુવિધાઓ વધે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. નર્મદાના પાણી અહીં સુધી પહોંચાડવા સરકાર પ્રયત્નો કરે છે જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરદ્રષ્ટિ આભારી છે.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દાદા હાજીપીરના આર્શિવાદ અને દુવાઓથી લાખો શ્રદ્ધાળુઓ સુખી થાય છે. સ્થાનિકો અને સરકાર સુધીના તમામ સ્તરે જન કલ્યાણના કામો થઈ રહ્યાં છે. જેના ભાગરૂપે આજે થયેલાં માર્ગ ખાતમુહૂર્તથી હાજીપીર, નરા, લુડબાય ગ્રામજનોને તેમજ દાદાનાં શ્રદ્ધાળુઓની સુગમતા વધશે. અહીંના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. મીઠાના વ્યવસાયની સાથે અહીં પ્રવાસન સરળતા વધતા રોજગારીમાં પણ વધારો થવા માટે રોડ કનેક્ટિવિટી ખૂબ જરૂરીયાત છે, જે અંતર્ગત સરકાર અહીં કરોડો રૂપિયા ફાળવીને રસ્તાઓ બનાવવા માટે કામગીરી કરી રહી છે.
આ પ્રસંગે અધ્યક્ષાશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનોનું ગ્રામજનો તથા વિવિધ સમાજના આગેવાનશ્રીઓ દ્વારા ભાવભેર શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અગ્રણીશ્રી રાજુભાઇ સરદારે તેમજ આભારવિધિ ફકીર મામદ ચુનરાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. ઉમેશ આચાર્યે કર્યું હતું.
આ કાર્યક્રમમાં આગેવાન સર્વશ્રી જીલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી અબ્દુલ્લાભાઈ, સરપંચશ્રી હાજી ઇસ્માઈલ, હાજી અબ્બાસ, હાજીયાની કુલસમ, જેનાબાઈ ભચાયા, ફકીર મામદ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કે. બી.નાઈ, રતિફ મુંજાવર, જયેશભાઈ ભાનુશાલી, ફકીર મામદ, રમજાનભાઇ , ગ્રામજનો, માછીમાર અને માલધારી સહિતના અગ્રણીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.

અંજાર : વરસામેડી મધ્યે પૂજ્ય શ્રી માતઇદેવ નું ભવ્ય મંદિર નું ભૂમિ પૂજન આવતી કાલે તા. ૦૯/૧૦/૨૦૨૨ રવિવાર શરદ પૂનમ ના સવારે ૦૯ થી ૧૧ વાગ્યે નિર્ધારિત કરવામાં આવેલ છે.

ધર્માચાર…
સમસ્ત મહેશ્વરી મેઘવાળ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે વરસામેડી મધ્યે પૂજ્ય શ્રી માતઇદેવ નું ભવ્ય મંદિર નું ભૂમિ પૂજન આવતી કાલે તા. ૦૯/૧૦/૨૦૨૨ રવિવાર શરદ પૂનમ ના સવારે ૦૯ થી ૧૧ વાગ્યે નિર્ધારિત કરવામાં આવેલ છે.
સમાજ ના દરેક આગેવાન, વડીલો, ધર્મગુરુઓ ને આમંત્રિત કરવામાં આવેલ છે તેમ છતાં કોઈ નામ રહી ગયેલ હોય ભૂલ ચૂક હોય તો પોતાના સમાજ નું દાદા નું કાર્ય હોઈ ભૂમિ પૂજન માં પધારવા હાર્દિક નિમંત્રણ છે.
લી.
શ્રી અખિલ ગુજરાત માતઇદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ.
માતંગ રાઇ, વરસામેડી
તા. અંજાર

ગાંધીધામ : વોર્ડ 12 સેક્ટર 7 ના નગર સેવક રાજીનામું આપી ને ધેર બેસી જાય તેવી લોકો ની માંગ કોઈ પણ કામ મા ધ્યાન નથી આપતા ઠેક ઠેકાણે રોડ પર કચરા ઓ ના ઢગલા જોવા નજર આવી રહ્યા છે દિવાળી જેવા પાવન અવસરે પણ ગંદગી નો માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યું છે આ વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા નો ફોન પણ નથી ઉપાડતા નગર પાલિકા ના ટ્રેક્ટર પણ કચરો ઉપાડવા પણ નથી આવતા અને ડોર ટુ ડોર કચરાની ગાડી પણ નથી આવતી અને પાછલા પટ્ટા મા પાણી પણ નથી પહોંચતું જનતા બેહાલ અને ચૂંટાયેલા માલામાલ થઈ રહ્યા છે.

ગાંધીધામ : વોર્ડ 12 સેક્ટર 7 મા ઠેક ઠેકાણે રોડ પર કચરા ઓ ના ઢગલા જોવા નજર આવી રહ્યા છે દિવાળી જેવા પાવન અવસરે પણ ગંદગી નો માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યું છે આ વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા નો ફોન પણ નથી ઉપાડતા નગર પાલિકા ના ટ્રેક્ટર પણ કચરો ઉપાડવા પણ નથી આવતા અને ડોર ટુ ડોર કચરાની ગાડી પણ નથી આવતી અને પાછલા પટ્ટા મા પાણી પણ નથી પહોંચતું જનતા બેહાલ અને ચૂંટાયેલા માલામાલ થઈ રહ્યા છે. વોર્ડ નંબર 12 મા બે પ્રતિનિધિ કોંગ્રેસ પક્ષના અને બે બીજેપી ના છે પણ કોઈ ને પણ જનતાની સમસ્યાઓ નજર નથી આવતી ચૂંટણી વખતે ધરા ધર વોટ માંગવા આવેલ અને પર્ચાર કરવા આવેલ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં ખોવાઈ ગયા છે શું પાલિકા ના કોન્ટ્રાક્ટર પાસેથી 50 % નું ભાગ લેવા માટેની જ રાજનીતિ કરે છે કે ખરે ખર જનતા ની સેવા કરવા માટે નગર સેવક બને છે એ વાત પણ લોકો ને સમજાતી નથી દિવાળી જેવા પાવન અવસરે પણ ઠેક ઠેકાણે ગંદગી જૉઈને પણ ચૂંટેલા નગર સેવક ના પેટ નું પાણી પણ નથી હાલતું માત્ર પોતાના નવગજવા ગરમ કરવા માં જ રસ છે અને ચૂંટાયેલ પ્રતિનિધિ ઓથી ગંભીર બાબતે ધ્યાન ના આપી સકતા હોય તો રાજીનામું આપી ને ધેર બેસી જાય તેવી સેક્ટર 7 ના રહેવાસી ઓ ની માંગ છે .

ગાંધીધામ : મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ ના પ્રમુખ ડોકટર શ્રી કિશન કટુઆ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં મહેશ્વરી સમાજના વિસ્તારોમાં થતી નવરાત્રી મહોત્સવમાં સંગઠન ની તાલુકા તથા જિલ્લા ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સાથે સાથે દરેક જગ્યાએ ખેલૈયાઓ માટે પુરસ્કાર સન્માન સાથે આશરે 250 થી પણ વધારે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીધામ : મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ ના પ્રમુખ ડોકટર શ્રી કિશન કટુઆ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં મહેશ્વરી સમાજના વિસ્તારોમાં થતી નવરાત્રી મહોત્સવમાં સંગઠન ની તાલુકા તથા જિલ્લા ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સાથે સાથે દરેક જગ્યાએ ખેલૈયાઓ માટે પુરસ્કાર સન્માન સાથે આશરે 250 થી પણ વધારે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું અને દરેક જગ્યાએ માતાજીના દર્શનની સાથે ત્યાંના હોદ્દેદારો સાથે મુલાકાત કરી મહેશ્વરી યુવા સંગઠનના કાર્યોની ચર્ચા કરવામાં આવી. આ વેળાએ મહેશ્વરી યુવા સંગઠનના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આ અંતર્ગત ગણેશનગર, રોટરીનગર, સેક્ટર 7 , જુની સુંદરપુરી, નવજીવનનગર, લુણગનગર, જગજીવનનગર અને મહેશ્વરીનગરમાં થતી નવરાત્રીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામના પ્રમુખ ડૉક્ટર કિશનભાઇ કટુઆ, કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ મતીયા, મહામંત્રી શ્યામભાઈ માતંગ, ખજાનચી ભરતભાઈ ધેડા તથા જિલ્લા સભ્યોમાં કિશોરભાઈ ધુવા, વિશાલભાઈ મહેશ્વરી, પ્રેમભાઈ બડીયા અને સામાજિક અગ્રણી રમેશભાઈ કટુઆની સાથે બીજા અન્ય સંગઠન સભ્યોએ હાજરી આપી હતી.

ગાંધીધામ : ટિમ્બર ઉદ્યોગ મા કરોડો ના નુકશાન પાછળ વન વિભાગ ના ભ્રષ્ટાચારી અધિકારીઓ આક્ષેપ થતાં એશિયાનું સૌથી મોટું ટિમ્બર ને આર્થિક નુકસાન થયું રહ્યું છે .

કચ્છમાં વિદેશ થી આયાત થતાં ટિમ્બર પરિવહન માટે ટિમ્બર વાહતુક પાસની ઓફલાઈન ચાલતી વર્ષો જૂની પ્રથાને રાતોરાત બંધ કરી દેવામાં આવી છે, અચાનકથી ઓફલાઈન બંધ કરી દેવાતા ઓનલાઈન ટિમ્બર  ટ્રાંઝીટ પાસ માટે વેપારીઓને હેરાન કરવા આવી રહ્યા છે. પુર્વ કચ્છની અંજાર રેન્જ ફોરેસ્ટની કચેરી આ ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે ટિમ્બર વેપારીઓ ઓનલાઈન એપ્લિકેશન આપ્યા બાદ પણ માત્ર ૭૦થી ૭૫ જેટલા ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થયા છે, બાકી ૩૫૦ જેટલી અરજી હજુ પેન્ડિંગ જ છે, જેના પરિણામે એશિયાનો સૌથી મોટો ટિમ્બર ટ્રેડ મુશ્કેલીમાં મુકાયો છે, હાલ ૪૦૦ જેટલા ટિમ્બર લોડેડ ટ્રકોના પૈડા માત્ર આજ કારણોસર થંભી ગયા છે અને ટિમ્બર ટ્રેડને કરોડો રૂપિયાની નુકસાન થઈ રહ્યું છે. કંડલા ટિમ્બર એસો. નાં જણાવ્યા મુજબ રાજ્યનાં વન વિભાગના ઉચ્ચ અઘિકારીઓ ટિમ્બર ઉદ્યોગને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે, પરંતુ અંજાર ખાતે આવેલી રેન્જ ફોરેસ્ટ ની કચેરી ઓનલાઈન ટ્રાંઝીટ પાસ માટે કોઈ પણ સગવડ નથી, પાસ ઇસ્યુ માટે કમ્પ્યુટર જેવી બેઝિક સુવિધા પણ નથી, મોબાઈલ નાં ભરોશે ઓનલાઈન ટ્રાંઝીટ પાસ ઇસ્યુ થઈ રહ્યા છે, જેના કારણે અનેક ટ્રાંઝીટ પાસ ની અરજી પેંડિંગ છે. સ્થાનિક વન વિભાગ ની કચેરી દ્વારા મનમાની કરવામાં આવી રહી છે, ઓફ્લાઈન સિસ્ટમ માં ટ્રાંઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ ૨૦ રૂપિયા હતી, પરંતુ તેની જગ્યા ૨૮૦ રૂપિયા લેવાતા હતા, ટિમ્બર સો મિલના વન ટાઇમ રજીસ્ટ્રેશન ના સર્ટિફિકેટ સોંપણી માટે પણ ૨૦ હજાર જેટલા રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ  થઇ રહ્યા છે.

અંજાર : અંજાર પોલીસ સ્ટેશન તરફથી નમ્ર અપીલ અંજાર શહેર જનો માટે ખાસ સૂચના મુજબ સાર સંભાળ રાખવા અને પોલીસ ને શાથ સહકાર આપવા નમ્ર અપીલ અંજાર પોલીસ સ્ટેશનના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી.

આથી અંજારની જાહેર જનતાને અંજાર પોલીસ સ્ટેશન તરફથી નમ્ર અપીલ છે કે આપ પ્રજાજનો જ્યારે નવરાત્રીમા રાસ ગરબા રમવા માટે ગરબીમા જાઓ ત્યારે પોતાના મકાનને વ્યવસ્થિત તાળું મારી ઘરની અંદરની લાઇટ ચાલુ રાખીને જાઓ અને ગરબી વાળી જગ્યાએ તમારૂ ટુ – વ્હીલર વાહન બરોબર લોક કરી બંને ત્યા સુધી સી.સી.ટી.વી.કેમેરા લાગેલા હોય તેવી જગ્યાએ પાર્ક કરવાનુ અને સમયાંતરે પોતાનુ વાહન સલામત છે કે તેવી ખરાઇ કરી લેવાનુ અને કોઇ પણ જાતનુ ગુનાહીત ક્રુત્ય તમારા ધ્યાને જણાઇ આવે તો તાત્કાલીક અંજાર પોલીસ સ્ટેશનના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી સહકાર આપવા નમ્ર અપીલ છે .

અંજાર: અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.

અંજાર: અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.
           કાર્યક્રમની શરૂઆતમાં અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઈ આહીરે પૂજ્ય ગાંધીજીના જીવનનો પરિચય આપી દેશની આઝાદી માટે અને ત્યાર પછીના આધુનિક ભારતના નિર્માણ માટે તેમનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું હતું.
      ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સર્કલથી દેવળિયા નાકા પબ્લિક ગાર્ડન સુધી સમૂહ સફાઈ કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુર સિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ ડી. પલણ, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા ,શહેર ભાજપ મહામંત્રી શ્રી દિગંતભાઈ ધોળકિયા, પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ટાંક, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, કેશવજીભાઈ સોરઠીયા, શ્રીમતી કલ્પનાબેન ગોર, નજમાબેન બાયડ,શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડ્યા, ભાજપ અગ્રણી સર્વશ્રી દિનેશભાઈ સી. ઠક્કર, દશરથભાઈ ખાંડેકા, શ્રીમતી બીનાબેન સીતાપરા,નરેશભાઈ થારું, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર : અંજાર કોંગ્રેસ એ ગાંધીજી ની જયંતિ નિમિતે ૭૫૦૦ મતે અંજાર વિધાનસભા જીતવા નું એલાન જાહેર કરયું.

અંજાર : અંજાર શહેર કોંગ્રેસ એ ગાંધીજી ની જયંતિ નિમિતે ૭૫૦૦ મતે અંજાર વિધાનસભા જીતવા નું એલાન જાહેર કરવામાં આવ્યું .
આજરોજ ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જી ની જયંતિ નિમિતે અંજાર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા બાઈક રેલી સ્વરૂપે ગાંધીજી ની પ્રતિમા ને હાર રોપણ કર્યા અને લાલબહાદુર શાસ્ત્રી જી ના ફોટો ને પુષ્પ રોપણ કર્યું હતું ત્યાર બાદ અંજાર શહેર માં રહેતા ગરીબ પરિવારો માં ભોજન કરાવ્યું હતું આ પોગ્રામ કચ્છ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ એસ જાડેજા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વી.કે.હુંબલ , કચ્છ જીલ્લા પંચાયત ના વિરોધપક્ષ નેતા ના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ ડાંગર,જીલ્લા પંચાયત ના સદસ્ય ના પ્રતિનિધિ શ્રી શંભુભાઈ ડાંગર અંજાર શહેર કોંગ્રેસ ના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દરજી અંજાર તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી કરશનભાઈ રબારી અંજાર તાલુકા પંચાયત ના વિરોધપક્ષ નેતાશ્રી યુવરજસિંહ જાડેજા અંજાર નગરપાલિકા વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા કચ્છ જીલ્લા કોંગ્રેસ ના મહામંત્રી શ્રી અરજણભાઇ ખાટરીયા કચ્છ જીલ્લા કોંગ્રેસ ના મંત્રી શ્રી દિનેશભાઈ માતા શ્રી દિલીપસિંહ ઝાલા , અંજાર શહેર યુવા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાઘેલા, અંજાર શહેર કોંગ્રેસ ના મહામંત્રી શ્રી રમેશભાઈ ઝરુ, અંજાર શહેર કોંગ્રેસ લઘુમતી ના પ્રમુખ શ્રી મામદશા શેખ, અંજાર તાલુકા કોંગ્રેસ ના મહામંત્રી શ્રી મહાદેવભાઈ આહીર , અંજાર શહેર કોંગ્રેસ ના ઉપપ્રમુખ શ્રી લીલાધરભાઈ ટાંક , શ્રી મનુભાઈ ઠક્કર , શ્રી જતીનભાઈ પટેલ , અંજાર કોંગ્રેસ ના આગેવાનો શ્રી સંજયભાઈ જાદવ , રવજીભાઈ આહીર , સંજયભાઈ આહીર, મહેશભાઈ સોરઠીયા , હમીરભાઇ મ્યાત્રા,મામદભાઈ જત, જીતુભાઈ દાફડા ,કાંતિભાઈ આદિવાલ, અને અન્ય આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા અને સર્વે આગેવાનો તથા કાર્યકર્તા ઓએ મળી ને અંજાર વિધાનસભા નો ઉમેદવાર પંજા ને રાખી મહેનત કરવા નું શરુ કરી દીધેલ છે અને આજરોજ કોંગ્રેસ પક્ષ ના આગેવાનો એ જાહેરાત કરેલ છે.
જય હિંદ જય ભારત

श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पास सेठ श्री मोहनदास (Hongkong) के द्वारा लंगर प्रसाद का आयोजन किया गया !श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पास सेठ श्री मोहनदास (Hongkong) के द्वारा लंगर प्रसाद का आयोजन किया गया मानव सेवा ही प्रभु सेवा हे.!

मित्रों नमस्कार वाहेगुरुजी 02.10.2022 ( रविवार) के दिन आप सबकी सार्वजनिक संस्था श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पासमें स्व सेठ श्री खिलनदास इश्वरीदेवी सेठ दयाराम सचा ननदानी की याद में सेठ श्री मोहनदास (Hongkong) के द्वारा लंगर प्रसाद का आयोजन किया गया था
आज के कार्यक्रम में
उपस्थित थे
श्री मोहिंदरसिंघ सरदार
उप्प्रमुख श्री गुरुद्वारा प्रबंधक कमिटी सह परिवार
श्री राजूभाई इस्सरानी
श्री हरेश मुलचंदानी
श्रीमोहन लखवानी
श्री गुलाब कृपलानी
श्री सुनील उदासी
श्री रमेश धनवानी
श्री लक्ष्मण नरसिंघानी
श्री परेश धैया (president)ward 7
श्री सुरेश व्यास
श्री माठे साहब KPT
श्री बँटी लखवानी
श्री जय खोटवानी
श्री निशांत धनवानी
प्रशांत चतुरानी
के साथ शहर के गणमान्य व्यक्ति उपस्थित थे
मानव सेवा ही साधना है प्रभु सेवा है धन्यवाद !मित्रों नमस्कार वाहेगुरुजी 02.10.2022 ( रविवार) के दिन आप सबकी सार्वजनिक संस्था श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पासमें स्व सेठ श्री खिलनदास इश्वरीदेवी सेठ दयाराम सचा ननदानी की याद में सेठ श्री मोहनदास (Hongkong) के द्वारा लंगर प्रसाद का आयोजन किया गया था
आज के कार्यक्रम में
उपस्थित थे
श्री मोहिंदरसिंघ सरदार
उप्प्रमुख श्री गुरुद्वारा प्रबंधक कमिटी सह परिवार
श्री राजूभाई इस्सरानी
श्री हरेश मुलचंदानी
श्रीमोहन लखवानी
श्री गुलाब कृपलानी
श्री सुनील उदासी
श्री रमेश धनवानी
श्री लक्ष्मण नरसिंघानी
श्री परेश धैया (president)ward 7
श्री सुरेश व्यास
श्री माठे साहब KPT
श्री बँटी लखवानी
श्री जय खोटवानी
श्री निशांत धनवानी
प्रशांत चतुरानी
के साथ शहर के गणमान्य व्यक्ति उपस्थित थे
मानव सेवा ही साधना है प्रभु सेवा है धन्यवाद !

ગાંધીધામ : જરૂરતમંદ ના મસીહા અને સાચા અર્થ માં સાચી સેવાઓ આપી એક નવું ઇતિહાસ કાયમ કરતા સેવાભાવી ડોક્ટર શ્રી કિશન કટુઆ જનરલ સર્જન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીધામમાં પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. પોતાની સેવાની શરૂઆત 3 વર્ષ પહેલાં રામબાગ સરકારી હોસ્પિટલથી કરી અત્યાર સુધીની કારકિર્દીમા 7,000 થી પણ વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરી સર્જરી ક્ષેત્રે એક અલગ નામના હાસિલ કરેલ છે ગાંધીધામમાં જનતા માટે ખૂબ મદદરૂપ થયા છે. છેલ્લા એક વર્ષથી પોતાની પ્રાઇવેટ તપ સર્જીકલ હોસ્પિટલ માં સેવાઓ આપી દરેક જરૂરત વ્યક્તિ માટે આશાનું કિરણ રૂપ બનયા છે.

ડોકટર શ્રી.કિશન કટુઆ સાહેબ આજની તારીખે પણ તેઓ તાપ સર્જીકલ હોસ્પિટલની સાથે સાથે રામબાગ સરકારી હોસ્પિટલ પોતાની સેવા આપી રહ્યા છે અને દર શનિવારે બપોરે 3 થી 4:30 બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડા અને 5 થી 6 જન કલ્યાણ મેડિકલ સોસાયટી , માંડવી માં સેવા આપી રહ્યા છે. તે સાથે દર મહિને બિદડા સર્વોદય ટ્રસ્ટમાં સર્જીકલ કેમ્પ માં આશરે 20 થી 25 જેટલા ઓપરેશન કરી જરૂરતમંદ ને યોગ્ય સેવા આપી રહ્યા છે.
ડોક્ટર કિશન કટુઆ પોતે કરેલા ઓપરેશનમાં એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારણગાંઠ ,વધરાવણ, હરસ-મસા, ભગંદર ,અંડાશય ગર્ભાશયની ગાંઠો , થાઇરોડ ની ગાંઠો, આંતરડામાં કાણા પડી ગયા હોય કે પછી આંતરડા રૂંધાઈ ગયા હોય જેને કાપી અને નવા સારા આંતરડા નો પુનઃ જોડાણ કરવાની સર્જરી,છાતીના કેન્સરની સર્જરી, આંતરડાના કેન્સરની સર્જરી, અંડાશય અને ગર્ભાશયના કેન્સરની સર્જરી, હાથ પગના કેન્સરની ગાંઠોની સર્જરી, સાથે સાથે લેપ્રોસ્કોપી થી એપેન્ડિક્સ ,પિતાશય ,અંડાશય ની સર્જરીઓ સામેલ છે.
નજીકમાં જ કરેલા ઓપરેશનની યાદી મેળવતા એક 56 વર્ષના સામખયારી ના દર્દીને મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ હતી જે નાના આંતરડા સાથે જોડાયેલ હતી આમ જોતા નાના આંતરડાનું નાના આંતરડા સાથે અને મોટા આંતરડાનો મોટા આંતરડા સાથે એટલે કે ચાર જગ્યાએથી આંતરડું કાપી અને બે નવા આંતરડાના જોડાણ કરવાનું કપરી સર્જરી કરી દર્દીને કેન્સર મુક્ત કરવામાં આવ્યું
બીજી એક સર્જરી જેમાં 14 વર્ષના બાળકને પગમાં કેન્સરની ગાંઠ હતી જે પગની મહત્વની લોહીની અને ચેતાતંતુઓની નસો થી જોડાયેલી હતી. તેને આ તમામ નસોથી બચાવી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી..
એક 13 વર્ષ ની કિશોરી છ મહિનાની પેટમાં ગાંઠ હતી જે તપાસ કરતા અંડાશયમાંથી નીકળતી હતી અને કિડની અને પેશાબની નળીને સંપૂર્ણપણે દબાવી દીધેલ હતી તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરી 20×15 cm જેનું વજન ૩ કિલો હતું તે સફળતાપૂર્વક કાઢી એને નવું જીવન આપ્યું..
આવી સફળ અકલ્પનીય સર્જરીની યાદીમાં 40 વર્ષની પોરબંદરની વતની જેને પેટમાં ગાંઠ હતી અને આશરે ૧૩ વર્ષ પહેલા તેની આંતરડાની સર્જરી થઈ હોય તે સમયથી આંતરડું બહાર રાખેલ હતું દર્દીએ રાજકોટ અમદાવાદની ઘણી હોસ્પિટલોમાં ધક્કા ખાધા પછી અહીં ડોક્ટર સાહેબને મળતા તેની તપાસથી તે ગાંઠ અંડાશયના કેન્સરની હોય તેને કાઢવાની સફળ સર્જરી કરી આશરે પાંચ કિલો ની ગાંઠ કાઢી અને જે આતરડું 13 વર્ષથી બહાર હતું તેને પુનઃજોડાણ કરી દર્દીને નોર્મલ જગ્યાએથી સંડાશ આવતું કરી આપ્યું અને દર્દીને 13 વર્ષની પીડામાંથી મુક્તિ મળી.
ડોક્ટર કિશન કટુઆ સાથે થયેલી વાત પ્રમાણે તેમણે જણાવ્યું કે તે તેમની પાસે આવતા દરેક દર્દીને ક્યારેય પણ નિરાશ થવા દીધા નહીં અને તેને યોગ્ય સલાહ સૂચના આપી છે અને તેમણે તેના માટે જે દર્દી દૂર હોય તેમને મળી આવે મળી શકે નહીં તે માટે પોતાનો ફોન નંબર 9033576829 આપેલ તેના પર કોઈ પણ દર્દી તમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે. આથી કહી સકાય કે તેઓ એક સેવાભાવી ડોક્ટર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે.

ભુજ કરછ : કચ્છ ના રાજ પરીવાર ના મોભી શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ તથા કરછ યુવરાજ શ્રી પ્રતાપસિંહ જી સાહેબ તથા તેમના કુંવર સાહેબ શ્રી અનિરુદ્ધ સિંહ જી સાથે ભુજ જૂના દરબાર એટલે કે આયના મહેલ મા આવેલ અસલ જુની ટીલા મેડી ખાતે માતાજી નુ પુજન કરીને પત્રીપુજન ના ભાગ રુપે આ ચામર ઉપાડવાની વિધી રાજ પરીવાર દ્વારા કરવા મા આવી .

આજે તા. 1/10 /2022 શનિવાર આશો સુદ છઠ્ઠ ના સવારે શુભ મૂહૂર્ત નેક નામદાર કરછ રાજ પરીવાર ના મોભી શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ તથા કરછ યુવરાજ શ્રી પ્રતાપસિંહ જી સાહેબ તથા તેમના કુંવર સાહેબ શ્રી અનિરુદ્ધ સિંહ જી સાથે ભુજ જૂના દરબાર એટલે કે આયના મહેલ મા આવેલ અસલ જુની ટીલા મેડી ખાતે માતાજી નુ પુજન કરીને પત્રીપુજન ના ભાગ રુપે આ ચામર ઉપાડવાની વિધી રાજ પરીવાર ના સભ્યો. ધમૅગુરશ્રી. બાહ્મણ દેવતાઓ. કરછ રાજ તિલાટ ગોર માતંગ ધરમસિંહ જગદે લાલણ તથા કરછ ની પ્રજા ની હાજરી મા સંપન્ન કરવામાં આવી.
કરછ ના અંતિમ રાજવી મહારાઑ શ્રી મદનસિંહજી બાવા સાહેબ ના હયાત વંશજ નેક નામદાર શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ જે કરછ રાજગાધી ના સિધી લિટી ના વારસદાર છે. તથા શ્રી આશાપુરા માતાજી ની ઐતિહાસિક પત્રીપુજન ના અસલી અધિકારી છે. આ વર્ષ માં આશાપુરા ના આશિર્વાદ થી તેઓ શ્રી ના હસ્તે આશો સુદ આઠમ ના દિવસે આશાપુરા માતા ના મઢ ખાતે “પત્રીપુજન” વિધી કરવામાં આવશે. જે આ ઐતિહાસિક પત્રીપુજન ની પરંપરા ને ખરેખર સાચો ન્યાય મળીયુ એમ જણાઈ રહ્યું છે.

વિનમ્ર ભાવે જણાવવાનું કે ભારત દેશની અંદર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલે સાહેબ ની પાર્ટી ગુજરાત ની અંદર જે પ્રચાર પસાર કરી રહી છે તેમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી લોકોના કલ્યાણ માટે કામ કરશે અને ચોક્કસ ભારતના ભાગ્યનું નિમાર્ણ થશે એવી આશા સાથે હું સમથન આપુ છું


આજ રોજ કચ્છ જિલ્લામાં ગાંધીધામ મુકામે આમ આદમી પાર્ટી ના કચ્છ જિલ્લા ના તમામ હોદેદારો દ્વારા મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ શ્રી ઈશુદાન ગઢવી સાહેબ તેમજ આમ આદમી પાર્ટીના મોનુરેટી વિગ ઉપાધ્યક્ષ કે. કે. અન્સારી સાહેબ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટીના પદાધિકારી ની શુભેચ્છા મુલાકાત માટે ભારતીય મહિલા સુરક્ષા સંઘ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કૌશિક જી રોશિયા તેમજ ભારતીય મહિલા સુરક્ષા સંઘ ના ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ હિના ડી મહેશ્વરી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટી મજબુત બને તે માટે ભારતીય મહિલા સુરક્ષા સંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું સાથે ઉપસ્થિત મહેશભાઈ આર દાફડા, રમેશભાઈ જખરાભાઈ કુડેચા, વિનોદભાઈ ધુવા, પંકજ આર સંજોટ, અને ત્રોતિક એચ સીજુ હાજરી આપી હતી
આ મહાસભા આયોજન માં શુભેચ્છા મુલાકાત દ્વારા જે લોકોએ આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી કચ્છ જીલ્લા સમીતી ના ઉપાધ્યક્ષ શ્રી હિતેશ મકવાણા તેમજ સમિતી ના તમામ કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટી ગુજરાત માં મજબૂત બને અને ભારત દેશના તમામ લોકોની સમસ્યા નું સમાધાન થાય તેમજ ભારત ના રાષ્ટ્ર ના નિર્માણ માટે કાળજી પુર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગુજરાત મા જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો બેરોજગારી તેમજ વંચિત સમુદાય ના લોકો ના હકક અને અધિકાર મળી રહે તે માટે ખુબ ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગળ ની રાજનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
જય ભારત
આપનો મિશન સાથી
કૌશિક જી રોશિયા
રાષ્ટ્રીય મહાસચિવ
ભારતીય મહિલા સુરક્ષા સંઘ
મો.8735017758

ગરીબો ના મસીહા અને મહેશ્વરી સમાજ નું ગૌરવ ડોક્ટર શ્રી કિશન કટુઆ જનરલ સર્જન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીધામમાં પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. પોતાની સેવાની શરૂઆત રામબાગ સરકારી હોસ્પિટલથી કરી બે વર્ષમાં અત્યાર સુધીમાં 7,000 થી પણ વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરી સર્જરી ક્ષેત્રે એક અલગ નામના હાસિલ કરેલ છે ગાંધીધામમાં જનતા માટે ખૂબ મદદરૂપ થયા છે છેલ્લા એક વર્ષથી પોતાની પ્રાઇવેટ તપ સર્જીકલ હોસ્પિટલ માં સેવાઓ આપી દરેક જરૂરત વ્યક્તિ માટે આશાનું કિરણ રૂપ બનયા છે.

ડોક્ટર કિશન કટુઆ જનરલ સર્જન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીધામમાં પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. પોતાની સેવાની શરૂઆત રામબાગ સરકારી હોસ્પિટલથી કરી બે વર્ષમાં અસંખ્ય ઓપરેશન નો કરી ગાંધીધામમાં જનતા માટે ખૂબ મદદરૂપ થયા છે છેલ્લા એક વર્ષથી પોતાની પ્રાઇવેટ તપ સર્જીકલ હોસ્પિટલ માં સેવાઓ આપી દરેક જરૂરત વ્યક્તિ માટે આશાનું કિરણ રૂપ બનયા છે અત્યાર સુધીમાં 7,000 થી પણ વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરી સર્જરી ક્ષેત્રે એક અલગ નામના હાસિલ કરેલ છે આજની તારીખે પણ તેઓ તાપ સર્જીકલ હોસ્પિટલની સાથે સાથે રામબાગ સરકારી હોસ્પિટલ પોતાની સેવા આપી રહ્યા છે અને દર શનિવારે બપોરે 3 થી 4:30 બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડા અને 5 થી 6 જન કલ્યાણ મેડિકલ સોસાયટી , માંડવી માં સેવા આપી રહ્યા છે. તે સાથે દર મહિને બિદડા સર્વોદય ટ્રસ્ટમાં સર્જીકલ કેમ્પ માં આશરે 20 થી 25 જેટલા ઓપરેશન કરી જરૂરતમંદ ને યોગ્ય સેવા આપી રહ્યા છે.
ડોક્ટર કિશન કટુઆ પોતે કરેલા ઓપરેશનમાં એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારણગાંઠ ,વધરાવણ, હરસ-મસા, ભગંદર ,અંડાશય ગર્ભાશયની ગાંઠો , થાઇરોડ ની ગાંઠો, આંતરડામાં કાણા પડી ગયા હોય કે પછી આંતરડા રૂંધાઈ ગયા હોય જેને કાપી અને નવા સારા આંતરડા નો પુનઃ જોડાણ કરવાની સર્જરી,છાતીના કેન્સરની સર્જરી, આંતરડાના કેન્સરની સર્જરી, અંડાશય અને ગર્ભાશયના કેન્સરની સર્જરી, હાથ પગના કેન્સરની ગાંઠોની સર્જરી, સાથે સાથે લેપ્રોસ્કોપી થી એપેન્ડિક્સ ,પિતાશય ,અંડાશય ની સર્જરીઓ સામેલ છે.
નજીકમાં જ કરેલા ઓપરેશનની યાદી મેળવતા એક 56 વર્ષના સામખયારી ના દર્દીને મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ હતી જે નાના આંતરડા સાથે જોડાયેલ હતી આમ જોતા નાના આંતરડાનું નાના આંતરડા સાથે અને મોટા આંતરડાનો મોટા આંતરડા સાથે એટલે કે ચાર જગ્યાએથી આંતરડું કાપી અને બે નવા આંતરડાના જોડાણ કરવાનું કપરી સર્જરી કરી દર્દીને કેન્સર મુક્ત કરવામાં આવ્યું
બીજી એક સર્જરી જેમાં 14 વર્ષના બાળકને પગમાં કેન્સરની ગાંઠ હતી જે પગની મહત્વની લોહીની અને ચેતાતંતુઓની નસો થી જોડાયેલી હતી. તેને આ તમામ નસોથી બચાવી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી..
એક 13 વર્ષ ની છોકરીને છ મહિનાની પેટમાં ગાંઠ હતી જે તપાસ કરતા અંડાશયમાંથી નીકળતી હતી અને કિડની અને પેશાબની નળીને સંપૂર્ણપણે દબાવી દીધેલ હતી તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરી 20×15 cm જેનું વજન ૩ કિલો હતું તે સફળતાપૂર્વક કાઢી એને નવું જીવન આપ્યું..
આવી સફળ અકલ્પનીય સર્જરીની યાદીમાં 40 વર્ષની પોરબંદરની વતની જેને પેટમાં ગાંઠ હતી અને આશરે ૧૩ વર્ષ પહેલા તેની આંતરડાની સર્જરી થઈ હોય તે સમયથી આંતરડું બહાર રાખેલ હતું દર્દીએ રાજકોટ અમદાવાદની ઘણી હોસ્પિટલોમાં ધક્કા ખાધા પછી અહીં ડોક્ટર સાહેબને મળતા તેની તપાસથી તે ગાંઠ અંડાશયના કેન્સરની હોય તેને કાઢવાની સફળ સર્જરી કરી આશરે પાંચ કિલો ની ગાંઠ કાઢી અને જે આતરડું 13 વર્ષથી બહાર હતું તેને પુનઃજોડાણ કરી દર્દીને નોર્મલ જગ્યાએથી સંડાશ આવતું કરી આપ્યું અને દર્દીને 13 વર્ષની પીડામાંથી મુક્તિ મળી.
ડોક્ટર કિશન કટુઆ સાથે થયેલી વાત પ્રમાણે તેમણે જણાવ્યું કે તે તેમની પાસે આવતા દરેક દર્દીને ક્યારેય પણ નિરાશ થવા દીધા નહીં અને તેને યોગ્ય સલાહ સૂચના આપી છે અને તેમણે તેના માટે જે દર્દી દૂર હોય તેમને મળી આવે મળી શકે નહીં તે માટે પોતાનો ફોન નંબર 9033576829 આપેલ તેના પર કોઈ પણ દર્દી તમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે. આથી કહી સકાય કે તેઓ એક સેવાભાવી ડોક્ટર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છેડોક્ટર કિશન કટુઆ જનરલ સર્જન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીધામમાં પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. પોતાની સેવાની શરૂઆત રામબાગ સરકારી હોસ્પિટલથી કરી બે વર્ષમાં અસંખ્ય ઓપરેશન નો કરી ગાંધીધામમાં જનતા માટે ખૂબ મદદરૂપ થયા છે છેલ્લા એક વર્ષથી પોતાની પ્રાઇવેટ તપ સર્જીકલ હોસ્પિટલ માં સેવાઓ આપી દરેક જરૂરત વ્યક્તિ માટે આશાનું કિરણ રૂપ બનયા છે અત્યાર સુધીમાં 7,000 થી પણ વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરી સર્જરી ક્ષેત્રે એક અલગ નામના હાસિલ કરેલ છે આજની તારીખે પણ તેઓ તાપ સર્જીકલ હોસ્પિટલની સાથે સાથે રામબાગ સરકારી હોસ્પિટલ પોતાની સેવા આપી રહ્યા છે અને દર શનિવારે બપોરે 3 થી 4:30 બિદડા સર્વોદય ટ્રસ્ટ, બિદડા અને 5 થી 6 જન કલ્યાણ મેડિકલ સોસાયટી , માંડવી માં સેવા આપી રહ્યા છે. તે સાથે દર મહિને બિદડા સર્વોદય ટ્રસ્ટમાં સર્જીકલ કેમ્પ માં આશરે 20 થી 25 જેટલા ઓપરેશન કરી જરૂરતમંદ ને યોગ્ય સેવા આપી રહ્યા છે.
ડોક્ટર કિશન કટુઆ પોતે કરેલા ઓપરેશનમાં એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારણગાંઠ ,વધરાવણ, હરસ-મસા, ભગંદર ,અંડાશય ગર્ભાશયની ગાંઠો , થાઇરોડ ની ગાંઠો, આંતરડામાં કાણા પડી ગયા હોય કે પછી આંતરડા રૂંધાઈ ગયા હોય જેને કાપી અને નવા સારા આંતરડા નો પુનઃ જોડાણ કરવાની સર્જરી,છાતીના કેન્સરની સર્જરી, આંતરડાના કેન્સરની સર્જરી, અંડાશય અને ગર્ભાશયના કેન્સરની સર્જરી, હાથ પગના કેન્સરની ગાંઠોની સર્જરી, સાથે સાથે લેપ્રોસ્કોપી થી એપેન્ડિક્સ ,પિતાશય ,અંડાશય ની સર્જરીઓ સામેલ છે.
નજીકમાં જ કરેલા ઓપરેશનની યાદી મેળવતા એક 56 વર્ષના સામખયારી ના દર્દીને મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ હતી જે નાના આંતરડા સાથે જોડાયેલ હતી આમ જોતા નાના આંતરડાનું નાના આંતરડા સાથે અને મોટા આંતરડાનો મોટા આંતરડા સાથે એટલે કે ચાર જગ્યાએથી આંતરડું કાપી અને બે નવા આંતરડાના જોડાણ કરવાનું કપરી સર્જરી કરી દર્દીને કેન્સર મુક્ત કરવામાં આવ્યું
બીજી એક સર્જરી જેમાં 14 વર્ષના બાળકને પગમાં કેન્સરની ગાંઠ હતી જે પગની મહત્વની લોહીની અને ચેતાતંતુઓની નસો થી જોડાયેલી હતી. તેને આ તમામ નસોથી બચાવી ગાંઠ કાઢવાની સર્જરી કરવામાં આવી..
એક 13 વર્ષ ની છોકરીને છ મહિનાની પેટમાં ગાંઠ હતી જે તપાસ કરતા અંડાશયમાંથી નીકળતી હતી અને કિડની અને પેશાબની નળીને સંપૂર્ણપણે દબાવી દીધેલ હતી તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરી 20×15 cm જેનું વજન ૩ કિલો હતું તે સફળતાપૂર્વક કાઢી એને નવું જીવન આપ્યું..
આવી સફળ અકલ્પનીય સર્જરીની યાદીમાં 40 વર્ષની પોરબંદરની વતની જેને પેટમાં ગાંઠ હતી અને આશરે ૧૩ વર્ષ પહેલા તેની આંતરડાની સર્જરી થઈ હોય તે સમયથી આંતરડું બહાર રાખેલ હતું દર્દીએ રાજકોટ અમદાવાદની ઘણી હોસ્પિટલોમાં ધક્કા ખાધા પછી અહીં ડોક્ટર સાહેબને મળતા તેની તપાસથી તે ગાંઠ અંડાશયના કેન્સરની હોય તેને કાઢવાની સફળ સર્જરી કરી આશરે પાંચ કિલો ની ગાંઠ કાઢી અને જે આતરડું 13 વર્ષથી બહાર હતું તેને પુનઃજોડાણ કરી દર્દીને નોર્મલ જગ્યાએથી સંડાશ આવતું કરી આપ્યું અને દર્દીને 13 વર્ષની પીડામાંથી મુક્તિ મળી.
ડોક્ટર કિશન કટુઆ સાથે થયેલી વાત પ્રમાણે તેમણે જણાવ્યું કે તે તેમની પાસે આવતા દરેક દર્દીને ક્યારેય પણ નિરાશ થવા દીધા નહીં અને તેને યોગ્ય સલાહ સૂચના આપી છે અને તેમણે તેના માટે જે દર્દી દૂર હોય તેમને મળી આવે મળી શકે નહીં તે માટે પોતાનો ફોન નંબર 9033576829 આપેલ તેના પર કોઈ પણ દર્દી તમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે. આથી કહી સકાય કે તેઓ એક સેવાભાવી ડોક્ટર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે .

અંજાર : નગર પાલિકા દ્વારા આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યું રાજયના વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડ૫ વઘે તે માટે નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં. ૧ થી ૯ ના શહેરીજનો માટે આઠમા તબબ્કાનો ”સેવા સેતુ” કાર્યક્રમ અંજાર

રાજયના વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડ૫ વઘે તે માટે નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં. ૧ થી ૯ ના શહેરીજનો માટે આઠમા તબબ્કાનો ”સેવા સેતુ” કાર્યક્રમ અંજાર નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ લીલાંવતીબેન ડી. પ્રજા૫તિ ની અઘ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉ૫સ્થિત મહાનુભાવો ઘ્વારા દિ૫ પ્રાગટય કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં નગરપાલિકાના શાસક૫ક્ષના નેતાશ્રી સુરેશભાઇ એ. ટાંકએ સ્વાગત પ્રવચનમાં સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર આપ્યો હતો અને કાર્યક્રમની રૂ૫રેખા સંભળાવી હતી.
કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાનેથી પોતાનું વ્યકતત્વય આ૫તાં નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ લીલાંવતીબેન ડી. પ્રજા૫તિએ જણાવ્યું હતું કે, રાજય સરકારની તમામ સેવાઓનો તમામ શહેરીજનોને લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે સમયાંતરે આ ”સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ઘ્વારા વિવિઘ યોજનાઓ વિશે તમામ લોકો માહિતગાર થઇ તે યોજનાનો લાભ લે તેવા હેતુસર આ કાર્યક્રમમાં યોજવામાં આવે છે.
કાર્યક્રમનું સંચાલન કાઉન્સીલરશ્રી નિલેશ ગોસ્વામીએ અને આભાર વિઘી નગરપાલીકાના ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા એ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રી પારસકુમાર એચ. મકવાણા, ઓફીસ સુપ્રિટેન્ડેટ શ્રી ખીમજી પાલુભાઇ સિંઘવના માર્ગદર્શન હેઠળ, શ્રી તેજપાલ એમ. લોંચાણી, શ્રી બિન્દુલ અંતાણી, શ્રી શંકરભાઇ સિંઘવ, શ્રી રશ્મીન ભીન્ડે, શ્રી ચિરાગ ઠકકર, શ્રી પ્રકાશભાઇ રોશીયા, શ્રી ઘવલ ડી. થરાદરા, શ્રી મયુરભાઈ હેરમા, શ્રી ભારતી બારોટ, ટવીન્કલ વેગડ, એ જહેમત ઉઠાવી હતી.
આજના આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપરાંત ઉપરાંત જીલ્લા ઉધોગ કેન્દ્ર – ભુજ ના મેનેજરશ્રી ઘર્મેન્દ્રસિંહ સોલંકી, મામલતદર કચેરી – અંજાર, એસ.ટી. ડેપો, અંજાર, વિગેરે કચેરી તથા જુદીજુદી બેંકના પ્રતિનિઘિઓ ઉપસ્થિત રહયાં હતાં.
શહેરમાંથી હાજર રહેલા અરજદારશ્રીઓએ પોતાની રજુઆતો અંગે રજીસ્ટ્રેશન ટેબલ ૫ર રજીસ્ટ્રેશન કરાવેલ અને નિયત સમય મર્યાદામાં કુલ્લ ૧૦૪ રજુઆતોની અરજીઓનું રજીસ્ટ્રેશન થયેલ. રજીસ્ટ્રેશન બાદ સંબંઘિત વિભાગોને રજુઆતો અરજી સાથે અરજદારોએ વિભાગવાર રાખેલ ટેબલો ૫ર જઇ નિયમો મુજબ આઘાર-પુરાવા રજુ કરેલ તે પૈકી ૧૦૪ આવેલ અને ૧૦૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો.
આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ લીલાંવતીબેન ડી. પ્રજા૫તિ, અંજાર નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી પારસકુમાર એચ. મકવાણા, ઉ૫પ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેનશ્રી વિજયભાઇ ૫લણ, શાસક૫ક્ષ નેતાશ્રી સુરેશભાઇ એ. ટાંક, કાઉન્સીલરશ્રી નિલેશ ગોસ્વામી, મજીદભાઈ રાયમા, વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

ગાંધીધામમાં : આમ આદમી પાર્ટી ની જનસભા માં.અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નો હુંકાર કર્યો

ગાંધીધામમાં આમ આદમી પાર્ટી ની જનસભા માં.અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નો હુંકાર કર્યો
ગાંધીધામમાં આમ આદમી પાર્ટી ની જનસભા માં.અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નો હુંકાર કર્યો હતો. તેમને આજની સભા માં ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત ના સાશન ને ઉખાડી ફેંકી ઈમાનદાર પક્ષ ની સરકાર બને તેવી વિનંતી કરી હતી, સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાત માં મફત વીજળી અને ઉત્તમ સરકારી શિક્ષણનો વાયદો આપ્યો હતો, આ સભામાં આપના ઈશુદનન ગઢવી જિલ્લામાં મોટી સરકારી હોસ્પિટલ બનાવાનો વાયદો આપ્યો હતો, આ પ્રસેંગે જિલ્લાભર માંથી મોટી સંખ્યા માં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કચ્છ જિલ્લામાં ગાંધીધામ મુકામે આમ આદમી પાર્ટી ના કચ્છ જિલ્લા ના તમામ હોદેદારો દ્વારા મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ શ્રી ઈશુદાન ગઢવી સાહેબ તેમજ આમ આદમી પાર્ટીના મોનુરેટી વિગ ઉપાધ્યક્ષ કે. કે. અન્સારી સાહેબ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટીના પદાધિકારી ની શુભેચ્છા મુલાકાત માટે ભારતીય મહિલા સુરક્ષા સંઘ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કૌશિક જી રોશિયા તેમજ ભારતીય મહિલા સુરક્ષા સંઘ ના ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ હિના ડી મહેશ્વરી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટી મજબુત બને તે માટે ભારતીય મહિલા સુરક્ષા સંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું સાથે ઉપસ્થિત મહેશભાઈ આર દાફડા, રમેશભાઈ જખરાભાઈ કુડેચા, વિનોદભાઈ ધુવા, પંકજ આર સંજોટ, અને ત્રોતિક એચ સીજુ હાજરી આપી હતી
આ મહાસભા આયોજન માં શુભેચ્છા મુલાકાત દ્વારા જે લોકોએ આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી કચ્છ જીલ્લા સમીતી ના ઉપાધ્યક્ષ શ્રી હિતેશ મકવાણા તેમજ જિલ્લા સચિવ બળદેવસિંહ પરમાર અને સમિતી ના તમામ કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટી ગુજરાત માં મજબૂત બને અને ભારત દેશના તમામ લોકોની સમસ્યા નું સમાધાન થાય તેમજ ભારત ના રાષ્ટ્ર ના નિર્માણ માટે કાળજી પુર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગુજરાત મા જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો બેરોજગારી તેમજ વંચિત સમુદાય ના લોકો ના હકક અને અધિકાર મળી રહે તે માટે ખુબ ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગળ ની રાજનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
( Kutch karmshil news M.9033427717 )

ગાંધીધામ : ઓસ્લો રોંડ નવી શનીવાર માર્કેટ. દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીનારાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલસાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગમંત સાહેબ વતીકાલે ગાંધીધામ મધ્યે પધારશે ગુજરાત ગાંધીધામ કચ્છ

દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીનારાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલસાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ વતીકાલે ગાંધીધામ મધ્યે પધારશે ગુજરાત ગાંધીધામ કચ્છ : સમગ્ર કચ્છ જિલ્લા ની જાહેર જનતાને જણાવવાનું કે આગામી તારીખ ૦૧-૧૦-૨૦૨૨ ને શનિવાર ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ ગાંધીધામ મધ્યે પધારી રહ્યાં છે ત્યારે સમગ્ર કચ્છની જાહેર જનતાને આ જાહેર કાર્યક્રમ મા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.સ્થળ : -ડી.ટી.પી સર્વોદય ગ્રાઉન્ડ સેક્ટર ૧૨ ગાંધીધામ તારીખ : -૦૧/૧૦/૨૦૨૨ વાર : -શનિવાર , સમય : -બપોરે ૧૨:૦૦ વાગ્યે ( કચ્છ કર્મશીલ ન્યુઝ M.9033427717 )

અંજાર : તા.૧-૧૦-૨૦૨૨ શનિવારે યોજાશે. સવારે ૯-૦૦ક.થી ૨-૦૦ દરમિયાન સેવાસેતુ નું કાર્યક્રમ રાજ્ય સરકાર શ્રી ના આદેશ અનુસાર રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી -આઠમો તબક્કો) અંજાર

અંજાર :
રાજ્ય સરકાર શ્રી ના આદેશ અનુસાર રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી -આઠમો તબક્કો) યોજવાના જિલ્લા કલેકટરશ્રી ના આદેશ અનુસાર અંજાર નગરપાલિકા દ્વારા પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ જી આહીર ના અધ્યક્ષ સ્થાને તથા નગર અધ્યક્ષા શ્રીમતી લીલા વંતીબેન દિલીપભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં એક “સેવાસેતુ” કેમ્પ વોર્ડ નંબર ૧ થી ૯ ના પ્રજાજનો માટે તા.૧-૧૦-૨૦૨૨ શનિવારે યોજાશે. સવારે ૯-૦૦ક.થી ૨-૦૦ ક.દરમિયાન અરજદારો પાસેથી રજૂઆતો તેમજ તેના પુરાવા મેળવવા અને ૨ -૦૦થી ૫-૦૦ ક.દરમિયાન સ્થળ પર કાગળોની ચકાસણી કે તપાસણી કરી તેનો સ્થળ પર યોગ્ય નિકાલ કરવામાં આવશે. નગરપાલિકાના મુખ્ય સભાસ્થળ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ, બેન્કેબલ યોજનાઓ, ટેક્સ આકારણી, પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન ,જન્મ મરણના દાખલા ઓ,શોપ લાયસન્સ, રોડલાઈટ, લગ્ન નોંધણી વગેરેની વ્યક્તિગત રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે. જેનો લાભ લેવા અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહ ડી.જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ ડી.પલણ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ.ટાક, દંડક શ્રી વિનોદભાઈ ચોટારા ચીફ ઓફિસર શ્રી પારસભાઈ મકવાણા અને કચેરી અધિક્ષક ખીમજી પાલુભાઈ સિંધવ ની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

ગાંધીધામ : પટેલ ટ્રાવેલ્સમાં સફર કરો તો ધ્યાન રાખજો બસના ડ્રાઇવર બેભાન બન્યા છે .

ગાંધીધામ : પટેલ ટ્રાવેલ્સ બસના ચાલકે સાઈકલ રાહ ચાલક નો લીધું જીવ જેને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોષ જોવા મળ્યો પટેલ ટ્રાવેલ્સ ના ગમખ્વાર અકસ્માત અનેક વાર થવા છતાંય ટ્રાવેલ્સ ના માલિક ની લાપરવાહી ના કારણે રાહ ચાલતા નિર્દોષો ને જીવ ગુમાવવું પડે છે.

પટેલ ટ્રાવેલ્સ બસના ચાલકે સાઈકલ લઈને જતા યુવકને કચડી નાખ્યો ગાંધીધામમાં ટાગોર રોડ પર બેફામ દોડતી પટેલ ટ્રાવેલ્સ બસના ચાલકે સાઈકલ લઈને જતા યુવકને કચડી નાખતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું , જેને પગલે લોકોમાં પણ આક્રોષ જોવા મળ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ ટાગોર રોડ પર આજે સવારે બેંકિંગ સર્કલ પાસે આ બનાવ બનવા પામ્યો હતો . ૩૦ વર્ષનો યુવક સાઈકલ લઈને જતો હતો , ત્યારે પુરપાટ આવતી પટેલ ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા માથા પર બસના પૈડા ફરી વળતાં ગંભીર ઈજાઓના કારણે તેનો જીવનદિપ બુઝાઈ ગયો હતો . યુવકની સાથે સાઈકલની પાછળ બાળક બેઠો હતો . જેને ઈજાઓ . થઈ હોઈ ૧૦૮ મારફતે જી.કે.માં લઈ અવાયો હતો.અકસ્માત સર્જયા બાદ પટેલ ટ્રાવેલ્સની બસનો ચાલક બસ મુકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો . ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો . બેફામ દોડતી બસના કારણે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ જતાં ચકચાર પ્રસરી ગઈ હતી . બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે .
Design a site like this with WordPress.com
Get started