

અંજાર નગરપાલિકા દ્વારા શહીદ વીર ભગતસિંહ ની જન્મ જયંતી નિમિત્તે નગર પાલિકા કચેરી પટાંગણમાં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ જે. કોડરાણી એ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ‘ઈન્કલાબ જિંદાબાદ’ નો નારો આપનારા વીર સપૂત ભગતસિંહ એ દેશની આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કરી બલિદાન આપ્યું છે. દેશ સદાય તેમનો ઋણી રહેશે.
શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંકે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તેમનું નામ સદાય અમર રહેશે.
કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા કચેરી અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવે કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ ,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ ડી. પલણ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, કાઉન્સિલરો સર્વ શ્રી કેશવજીભાઈ સોરઠીયા, શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રી નિલેશભાઈ ગોસ્વામી, શ્રી અમરીશભાઈ કંદોઈ, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, નગરપાલિકા કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, અગ્રણીઓ શ્રી જીવરામભાઈ ટાંક, શ્રી મહેન્દ્રભાઈ કોટક, શ્રી હાર્દિક ભાઈ પ્રજાપતી, શ્રી દિનેશભાઈ સી. ઠક્કર, શ્રી ડાયાલાલભાઈ રાઠોડ, નઝમાબેન બાયડ, શ્રી તેજપાલભાઈ લોચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (Kutch karmshil news M.9033427717 )












































































